પીઠ પર તથા ખભાના ભાગે થતા બ્રાની પટ્ટીના નિશાન દૂર કરો

04 Jul, 2018

આજકાલ માર્કેટમાં આખી દુનિયાની વરાયટીમાં બ્રા અવેલેબલ છે. જોકે, ગર્લ્સમાં બ્રા પહેરવાનો ટ્રેન્ડ ક્યારથી શરુ થયો તે અંગે કોઈ નક્કર માહિતી ઉપલબ્ધ નથી.
 

 
બ્રા મહિલાઓની રેગ્યુલર જરૂરિયાતમાંથી એક છે. સારા ફિગરની સાથે જ શરીરને તે સ્વસ્થ બનાવે છે. પરંતુ ડેલી રુટિનમાં પહેરવાના કારણથી તે આપણી ત્વચાથી એકદમ ચોંટી જાય છે. જો તે બ્રા ખૂબ ટાઇટ છે તો તમારા ખભા, પીઠ અને છાતી પર નિશાન બની જાય છે.બ્રાની સ્ટ્રેપ ઈલાસ્ટિકથી બનાવેલી હોય છે. તેમા ઢીલી અને ટાઇટ કરવાનો વિકલ્પ હોય છે. તમે તમારી જરૂરિયાત મુજબ તમારી બ્રાની સ્ટ્રેપને ઢીલી કરો જેથી તમારી ત્વચા પર કોઇ નિશાન ન રહે. આ રીત હંમેશા અપનાવશો તો બ્રાના ખભા અને પીઠ પડનારા નિશાનની સમસ્યા નહીં થાય.
 
બ્રા વધારે ટાઇટ હોય છે જેના કારણેથી સ્કિન શ્યામ પડી જાય છે. તે ડાઘ દેખાવમાં સારા લાગતા નથી. જો તમને આ પણ આ સમસ્યા છે તો તમે સ્ક્રબિંગ કરીને તેને દૂર કરી શકો છો. તમારા આખા બ્રા એરિયાની સ્ક્રબિંગ યોગ્ય રીતે કરો. 
 

 
રાત્રે સૂતા સમયે તમારી ત્વચા પર એલોવેરા જેલ લગાવો જેથી સવાર સુધીમાં ઠંડક થશે અને થોડાક દિવસોમાં બ્રાની પટ્ટીના નિશાન ઓછા થવા લાગશે.