મહિલાઓમાં બ્રા અને માથાના દુ:ખાવા વચ્ચે શું કનેક્શન છે ? જાણી ને ચોકી જશો

14 Jul, 2018

 મોટાભાગની મહિલાઓ- 80 ટકા મહિલાઓ ખોટા ફિટિંગવાળી બ્રા પહેરે છે. લોન્જરી ઈન્ડસ્ટ્રીઝમાં છેલ્લા 16 વર્ષથી કામ કરતી બ્રા ફિટિંગ સ્પેશિયાલિસ્ટ પૌલા સ્વોબોડાએ જણાવ્યું કે વર્ષોથી મહિલાઓ આ ખોટી સાઈઝની બ્રા પહેરતી આવી રહી છે જેના કારણે હવે માથામાં દુ:ખાવની તકલીફ સામે આવી રહી છે.

ખોટા ફિટિંગવાળી બ્રા, માથાનો દુઃખાવો, સ્તનનો ખરાબ આકાર આ તમામ બાબતો તમે ઘરે જ તપાસ કરી શકો છો. માથાનો દુખાવો ત્યારે વધે છે જ્યારે તમે ખુલ્લી અથવા ફિટ બ્રા પહેરો છો. ખાસ કરીને ખુલ્લી બ્રા પહેરવાથી વધારે મુશ્કેલી થાય છે. તેમની કંપની દ્વારા 2008માં કરાયેલા સર્વેમાં જાણવા મળ્યું હતું કે 70 ટકા મહિલાઓ નાની સાઈઝની બ્રા પહેરે છે જ્યારે 10 ટકા મહિલાઓ મોટી સાઈઝની બ્રા પહેરતી હતી.

બીજા લક્ષણોની વાત કરીએ તો ખોટી સાઈઝની બ્રા પહેરવાથી પીઠનો દુઃખાવો, ગરદનમાં ખેંચાણ, બગલમાં બળતરા થાય છે. જો તમે ચોક્કસ ફિટિંગવાળી ટ્રેડિશનલ બ્રા અથવા ક્રોસ બેક્ડ સ્પોર્ટસ બ્રા પહેરશો તો તે તમને વધારે કન્ફર્ટેબલ અને સારો દેખાવ આપશે.

‘જો તમારા બ્રેસ્ટનો વજન 500 ગ્રામ છે એટલે કે તમે તમારી ચેસ્ટ પર 1 કિલો વજન લઈને ફરો છો તો તમારે સપોર્ટની જરૂર છે. યોગ્ય બ્રા કેવી રીતે પસંદ કરવી અને તેના માટે શું કરવું જોઈએ તે અંગે વાત કરતા તેમણે જણાવ્યું કે લોકલ બ્રાન્ડની બ્રા ન પહેરવી જોઈએ અને દર 6 અને 12 મહિને બ્રા બદલી નાંખવી. ખાસ કરીને દર 6 મહિને બદલવી વધારે ફાયદાકારક રહેશે.’