પ્રિયા પ્રકાશ વારિયને શ્રીદેવીને આ રીતે દીધી શ્રદ્ધાંજલી

05 Mar, 2018

 બોલીવુડ સુપરસ્ટાર શ્રીદેવીની દુબઇમાં ર૪ ફેબ્રુઆરીના નિધન થઇ ગયું જયાં તે મોહિત મારવાહના લગ્નમાં હાજરી આપવા ગઇ હતી. જેવી જ તેના મોતના સમાચાર આવ્યા દેશભરમાં તેના ફેન્સને આઘાત લાગ્યો. ઘણા બોલીવુડ સિતારા તેને શ્રદ્ધાંજલી દેવા અને પરિવારને સાંત્વના આપવા પહોંચી ગયા. જયારે ઇન્ટરનેટ સેંસેશન બની ચુકેલી પ્રિયા પ્રકાશ વારિયરનો એક વીડિયો સામે આવ્યો છે. જેમાં તે એક ગીત દ્વારા શ્રીદેવીને શ્રદ્ધાંજલી આપતી નજર આવી રહી છે.

પ્રિયા ફિલ્મ કભી અલવિદા ન કહેનાનું ગીત ગાઇ રહી છે. આ વીડિયોને એના ફેન કલબ પ્રિયા વારિયર નામના ટવિટર એકાઉન્ટ પર શેયર કર્યો છે.

Loading...

Loading...