પત્નીની બેવફાઇ, આશિકથી બદલો, બ્લેકમેલની આ કહાની એકદમ સાચી નીકળી

28 Feb, 2018

 તમને જાણીને હેરાની થશે કે તે કપલ, આ ફિલ્મ વિશે જાણે છે અને તેને ખબર પડે છે કે ફિલ્મની વાર્તા તેની જિંદગી પર છે

ઇરફાન, કિર્તી કુલ્હરી અને અરુણોદયસિંહ સ્ટારર બ્લેકમેલ અસલ જિંદગીની એક વાર્તા છે, જેમાં ઘોખેબાજ પત્નીને સબક શિખડાવાના ચકકરમાં પતિ પોતે જ ફસાય જાય છે.

થોડાક સમય પહેલા બ્લેકમેલનું ટ્રેલર લોન્ચ કરવામાં આવ્યું. ડેહલી બેલી જૈસી ડબલ મિનિંગવાળી ફિલ્મ બનાવવાવાળા અભિનવ દેવ નિર્દેશિત આ ફિલ્મમાં જેટલી કોમેડી લાગે છે તેનાથી વધારે સસ્પેન્સવાળી છે. ફિલ્મમાં ઇરફાનની પત્નીનો રોલ ર્કીત કુલ્હરીએ કર્યો છે. જેનો અરુણોદયસિંહની સાથે એકસ્ટ્રા મેરીટલ અફેયર છે. બેવફા નીકળેલી પત્ની અને આશિકને બ્લેકમેલ કરવાવાળો તેનો પતિની અપહરણની રકમ પોતાને જ ભારે પડે છે. ફિલ્મની આ વાર્તા એકદમ સાચી છે. ફિલ્મની વાર્તા લખવાવાળા પરવેઝ શેખે બતાવ્યું કે આ શાદીશુદા કપલને મળી ચુકયા છે. બંને મુંબઇની બહાર રહે છે પરંતુ ફિલ્મમાં અમે તેમને આ શહેરના બતાવ્યા છે. આ વાર્તા છ વર્ષ પહેલાની છે પરંતુ આ લખવામાં ત્રણ મહિલા લાગી ગયા. આ દરમ્યાન તેના વિશે અનેકવાર નજર રાખી. સાથે જ રાઇટર અને ડાયરેકટરે આ વાર્તા પર ફિલ્મ બનાવવાની બધીની રીત જરૂરી પરમીશન પણ લીધી. તમને જાણીને હેરાની થશે કે તે કપલ આ ફિલ્મ વિશે જાણે છે અને તેને ખબર છે કે ફિલ્મની વાર્તા તેની જિંદગી પર છે. વાર્તા લખવા પર તેમણે એક શરત રાખી હતી કે કોઇપણ પરિસ્થિતિમાં બંનેના નામ સાર્વજનિક ન થવા જોઇએ. ફિલ્મ દિવ્યા દત્તાનો પણ અહમ રોલ છે. આ ફિલ્મ ૬ એપ્રિલે રીલીઝ થઇ રહી છે.