જુઓ કોને ડેટ કરી રહયો છે ગુજરાતી ક્રિકેટર હાર્દિક પંડયા ? ફરી એકવાર સાથે નજર આવ્યા

27 Mar, 2018

 લાંબા સમયથી આ વાતની ચર્ચા છે કે બોલીવુડ એકટ્રસ ભારતીય ક્રિકેટર હાર્દિક પંડયાને ડેટ કરી રહી છે. એ એકટ્રેસનું નામ છે અલી અવરામ. હાલમાં જ બોલીવુડ એકટ્રેસ અલી અવરામની એક તસવીર સામે આવી હતી જેમાં તે હાર્દિકને એરપોર્ટ પર ડ્રોપ કરતી નજર આવી રહી હતી.

એટલું જ નહીં થોડાક દિવસો પહેલા એક સ્ટુડિયોમાં હાર્દિકના એક શુટ દરમ્યાન તેને કંપની આપતી નજરે ચડી હતી. જાણવામાં આવ્યું છે કે રવિવારની રાત ફરી એકવાર બંને સલુન પહોંચ્યા. અહીં બંને કપલ એકદમ કેઝુઅલ લુકમાં નજર આવ્યા હતા.
 
 

બંનેએ સલુનની બહાર નીકળતા સમયની તસવીર સામે આવી છે. જયાં હાર્દિકને કેમેરો ફેસ કરવામાં કોઇ હિચકિચાહટ ન થઇ તો અલી પોતાનું મોં છુપાવતી સીધી કારમાં જઇને બેસી ગઇ. એકટ્રેસ પોતાનો ચહેરો પણ ઢાકી લીધો કારણ કે તેનો ફોટોઝ ન ખેંચાય શકે.