બોલિવૂડની જાણીતી અભિનેત્રી શ્રીદેવીનું દુબઇમાં નિધન

25 Feb, 2018

 બોલિવૂડની જાણીતી અભિનેત્રી પદ્મશ્રી શ્રીદેવીનું દુબઇમાં શનિવારની મોડી રાત્રે હાર્ટ એટેકથી નિધન થયું હતું. બોલિવૂડમાં મિસ હવા-હવાઇ નામથી જાણીતી શ્રીદેવી તેમના પતિ બોની કપુર અને દિકરી ખુશી સાથએ દુબઇ એક લગ્ન પ્રસંગમાં હાજરી આપવા ગયા હતા. ત્યારે હાર્ટ એટેક આવતા 54 વર્ષની ઉંમરે તેમું નિધન થયું હતું. અચાનક શ્રીદેવીના નિધનથી બોલિવૂડ જગતમાં શોકની લાગણી ફેલાઇ છે.

સુત્રોના જણાવ્યા અનુસાર, શ્રીદેવીના મુંબઇ સ્થિત ઘર નજીક લોકોના ટોળા એકઠા થઇ રહ્યાં છે. મુંબઇના બંગલા પર હાલમાં તેમની મોટી દીકરી જાન્હવી હાજર છે.
ગત રવિવારે શ્રીદેવી તેમના પતિ બોની કપુર અને તેમની દીકરી ખુશી સાથે મુંબઇ એરપોર્ટ પર જોવા મળી હતી.