કાસ્ટિંગ કાઉચમાં ફસાઇ ચુકયા છે બોલીવુડના આ સિતારાઓ, ચકાચૌંધની પાછળ છે અંધારું

03 Jul, 2018

 ગ્લેમર વર્લ્ડમાં જેટલી ચકાચૌંધ નજર આવે છે તેની પાછળ એટલું જ અંધારું છે. ફિલ્મોમાં રોલ મેળવવા માટે ડાયરેકટરથી લઇને પ્રોડયુસર સુધી બધાની ગંદી નજરોનો સામનો કરવો પડે છે. બોલીવુડમાં કાસ્ટીંગ કાઉચ મોટા પ્રમાણમાં થાય છે. એ વાત બધા જાણે છે પરંતુ માને થોડાક જ લોકો. ચાલો તમને બતાવીએ કાસ્ટિગ કાઉચમાં ફસાયેલા ચુકેલા સિતારો વિશે.

 

 

રણવીરસિંહ

 

 

રણવીરસિંહ આજના સમયમાં ટોપ અભિનેતાઓમાં છે. પરંતુ શરૂઆત દરમ્યાન તે પણ કાસ્ટિંગ કાઉચનો શિકાર થઇ ચુકયો છે. રણવીરેએ કહયું હતું કે, કાસ્ટિંગ કાઉસ સાચે જ થાય છે અને હું પણ તેનો અનુભવ કરી ચુકયો છું. એક વાર એક ડાયરેકટરે મને અંધેરીમાં પોતાના ઘરે બોલાવ્યો અને કહયું કે જો સ્માર્ટ છે, જે સેકસી છે તે આગળ નીકળી શકે છે. તેણે મારા પોર્ટફોલિયોની તરફ જોયું પણ નહીં. જયારે મે તેની ડીમાન્ડની ના પાડી તો કોઇ પ્રેમીની જેમ રોવા લાગ્યો. પછી મને ખબર પડી કે તે દરેકની સાથે આવું જ કરે છે.

આયુષ્માન ખુરાન

 

 

આયુષ્માન પણ આજના સમયના સારા અભિનેતાઓમાંથી એક છે અને ધીરે ધીરે તેની કેરીયર ઝડપ પકડી રહી છે. ટીવી રીયાલીટી શોના વિનર રહેલા આયુષ્માને ટીવી એન્કર તરીકે પોતાની કેરીયરની શરૂઆત કરી હતી. એકવાર તેને એ વાત સ્વીકારી હતી કે તે દરમ્યાન એક ડાયરેકટરે તેને ફિલ્મોમાં બ્રેક આપવાના નામ સેકસુઅલ ફેવરની માંગ કરી હતી.

કલ્કિ કોચલિન

 

 

કલ્કિ ભલે જ થોડાક ફિલ્મોમાં નજર આવી. પરંતુ તેની એકટીંગનો દમ બતાડી ચુકી છે. કાસ્ટિંગ કાઉચના મુદ્દા પર પણ તે બેબાક બોલે છે. કલ્કિના જણાવ્યા મુજબ, ખરેખર કાસ્ટિંગ કાઉચ થાય છે. મારી સાથે પણ એેવું થયું હતું. પરંતુ તેનાથી હું બચી ગઇ હતી. હું હંમેશા જ તેનાથી બચતી રહી છું. મને જયારે પણ કયાંક અસહજ અનુભવ થાય છે હું તરત જ ત્યાંથી ચાલી જાઉં છું. કાસ્ટિંગ કાઉચ દ્વારા જો ટેલેન્ટ વિના માણસ સ્ટાર બની પણ જાય તો, તો પણ તે હંમેશા ખરાબ એકટર જ રહેશે.

ટિસ્કા ચોપડા

 

 

ફિલ્મ તારે જમીન પરથી બોલીવુડમાં એન્ટી કરનારી ટિસ્કાની એકટીંગના બધાએ વખાણ કર્યા હતા. જો કે બોલીવુડમાં એન્ટ્રી પછી તેને પણ કાસ્ટિંગ કાઉચનો સામનો કરવો પડે છે. ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝના જાણીતા ડાયરેકટરે તેને એક રોલ ઓફર કર્યો અને ટિસ્કાએ ખુશી ખુશી સ્વીકાર કરી લીધો. તેને અંદાજો પણ ન હતો કે રોલ માટે હા કરવાનો મતલબ ડાયરેકટરની સાથે બેડ શેર કરવાનો હતો. જયારે તેને ખ્યાલ આવ્યો તો પોતે જ ફિલ્મથી અલગ થઇ ગઇ.

પ્રીતિ જૈન

 

 

પ્રીતિ જૈન અને મધુર ભંડારકરના કેસ અખબારોમાં ખુબ જ ચગ્યો હતો. પ્રીતિ જૈને મધુર પર આરોપ લગાવ્યા હતા કે રોલ દેવાના અને લગ્નની લાલચ આપી તેને તેની સાથે શારીરિક સંંબંધ બનાવ્યા હતા.

સુરવીન ચાવલા

 

 

ફિલ્મ પાર્ચ્ડની અભિનેત્રી સુરવીન કાસ્ટિંગ કાઉચના પોતાના અનુભવ શેયર કરતા જણાવે છે, મને બોલીવુડમાં કયારેય આ સ્થિતિનો સામનો કરવો નથી પડયો. કદાચ મેં હંમેશા યોગ્ય ફિલ્મ પસંદ કરી છે. પરંતુ તમિલ સિનેમામાં મારી સાથે ગંદી હરકત થઇ. મને એક મોટી ફિલ્મમાં રોલ મળી ચુકયો હતો અને તેના ડાયરેકટરને હિંદી આવડતી ન હતી તો તેને પોતાના એક દોસ્ત દ્વારા મને સંદેશ પહોંચાડયો કે તે મારી સાથે સુવા ઇચ્છે છે.

 

 

મમતા ચાવલા

૯૦ના દાયકામાં પ્રખ્યાત અભિનેત્રી મમતા કુલકર્ણીએ ફિલ્મમેકર રાજકુમાર સંતોષી પર યૌન શોષણનો આરોપ લગાવ્યો હતો.

અમન વર્મા

એક સ્ટિંગ ઓપરેશનમાં નાના અને મોટા પડદાના પ્રખ્યાત અભિનેતા અમન વર્માનો ચહેરો જોવા મળ્યો કે જેના વિશે કોઇ વિચારી પણ ન શકે. અમન એક મહિલાની સાથે આપત્તિજનક સ્થિતિમાં હતો.