રંગીલા ગર્લથી પોર્નસ્ટાર સુધી, આ ડિરેકટર માટે આ અભિનેત્રીઓએ ઉતાર્યા કપડા

21 Jul, 2018

 ડિરેકટર રામગોપાલ વર્માની ફિલ્મ ગોડ સેકસ એન્ડ ટ્રુથનું ટ્રેલર લોન્ચ થયુ ત્યારથી જ વિવાદમાં હતું. ફિલ્મમાં અમેરિકન પોર્ન સ્ટાર મિયા મલ્કોવા બોલિવુડ ડેબ્યુ કરી રહી છે.

 

આ ફિલ્મમાં મિયા પોતાની સેકસ ડિઝાયર અંગે વાત કરે છે સાથે એ પણ કહે છે કે સ્ત્રીઓનું શરીર પુરૂષોની પ્રોપર્ટી નથી. સની લિયોન બાદ મિયા બીજી એવી પોર્ન સ્ટાર છે, જે બોલીવુડમાં આવી રહી છે.

મિયા પહેલી એવી એક્ટ્રેસ નથી, જેણે રામ ગોપાલ વર્માની ફિલ્મમાં અંગ પ્રદર્શન કર્યું હોય. આ પહેલાં ઉર્મિલા, અંતરા માલી, જિયા ખાન જેવી એક્ટ્રેસિસે ઘણું જ અંગ પ્રદર્શન કર્યું છે.
 
 
 


ઉર્મિલા માતોડકરઃ

ઉર્મિલાએ રામુની સાથે 'રંગીલા', 'કૌન', 'સત્યા' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. 1995માં આવેલી 'રંગીલા'માં ઉર્મિલાએ ઘણાં જ બોલ્ડ સીન્સ આપ્યાં હતાં. આ ફિલ્મમાં ઉર્મિલાએ મિલીનો રોલ પ્લે કર્યો હતો.


અંતરા માલીઃ

અંતરા માલીએ રામુની સાથે 'નાચ', 'રોડ', 'મૈં માધુરી દીક્ષિત બનના ચાહતી હૂં' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું છે. જોકે, 'નાચ'માં અંતરાએ જબરજસ્ત અંગ પ્રદર્શન કર્યું હતું. આ ફિલ્મમાં અભિષેક બચ્ચન તથા રિતેશ દેશમુખ હતાં. અંતરાએ રેવાની ભૂમિકા ભજવી હતી. 


જિયા ખાનઃ

જિયા ખાને રામુની ફિલ્મ 'નિઃશબ્દ'માં કામ કર્યું હતું. આ ફિલ્મમાં અમિતાભ બચ્ચન પણ હતાં. આ ફિલ્મમાં અમિતાભ તથા જિયા વચ્ચેના પ્રેમની વાત હતી. ફિલ્મમાં જિયાએ ભરપૂર એક્સપોઝ કર્યું હતું. જૂન, 2013માં જિયાએ પોતાના ઘરે પંખા સાથે લટકી જઈને આત્મહત્યા કરી હતી. 


નિશા કોઠારીઃ

નિશા કોઠારીએ 'સરકાર', 'ડરના જરૂરી હૈં', 'આગ' તથા 'અજ્ઞાત' જેવી ફિલ્મ્સમાં કામ કર્યું હતું. રામુની આ ફિલ્મ્સમાં નિશાએ ઘણાં જ બોલ્ડ સીન્સ આપ્યા હતાં. 


નતાલિયા કૌરઃ

2012માં આવેલી ફિલ્મ 'ડિપાર્ટમેન્ટ'માં આઈટમ સોંગ કર્યું હતું. આ ગીતમાં નતાલિયા ઘણી જ હોટ જોવા મળી હતી.