શું તમારા શરીર માંથી દુર્ગંધ આવે છે ? તો જાણી લો આ કારણો

23 Jun, 2018

 શું તમને ખબર છે કે પરસેવામાં કોઈ ગંધ નથી હોતી. જ્યારે શરીરના બેક્ટેરિયા પરેસવામાં ભળે છે ત્યારે જ પરસેવાની દુર્ગંધ આવે છે. શરીરમાં પાણી ઓછું હોવાથી પણ શરીરમાંથી વાસ આવે છે. આ ઉપરાંત શરીરમાંથી દુર્ગંધ આવવાના અન્ય કેટલાંક કારણો પણ છે. 

 
ટેન્શનમાં હોવાથી શરીરમાંથી વધારે પ્રમાણમાં પરસેવો નીકળે છે. આ દરમિયાન શરીરમાં કોર્ટિસોલ નામનું હોર્મોન બને છે, જેના કારણે આવું થાય છે. વધારે પ્રમાણમાં પરસેવો નીકળે તો તે બેક્ટેરિયાના સંપર્કમાં આવીને દુર્ગંધમાં પરિણમે છે.
 
સિંથેટિક કપડાં પરસેવો નથી શોષી શકતાં જ્યારે કોટન ફેબ્રિક તરત પરસેવો શોષે છે. જો તમને વધારે પડતો પરસેવો થતો હોય તો તમે રેયોન કે પોલિસ્ટર જેવા ફેબ્રિકનો ઉપયોગ ન કરો. કારણકે આ મટીરિયલમાં પરસેવો શોષાતો ન હોવાથી બેક્ટેરિયા બને છે અને પછી દુર્ગંધ આવે છે.
 
જો તમે વધારે પડતી દવાઓ ખાતા હોવ તો આની અસર તમારા શરીરની ગંધ પર પડે છે. દવાઓમાં રહેલા રાસાયણિક તત્વો શરીરની ગંધને પ્રભાવિત કરે છે. એવામાં પરસેવો અને શરીરની ગંધમાંથી દુર્ગંધ પેદા થાય છે.