જો શરીરના ‘આ’ પાર્ટમાં છાંટશો પરફ્યુમ, તો સ્મેલ રહેશે આખો દિવસ

07 Nov, 2016

સામાન્‍ય રીતે પરફ્યુમ છાંટવા માટે લોકો કાનની બૂટ, બગલ, કમર કે હથેળીનો પાછળનો ભાગ વાપરતા હોય છે પણ નિષ્‍ણાતોનું કહેવું છે કે જો તમે તમારા સમગ્ર વ્‍યકિત્‍વમાંથી સુગંધ પ્રસરે એવું ઇચ્‍છતા હોવ તો પરફ્યુમ ડૂંટીમાં સ્‍પ્રે કરો. કારણકે નાભિમાં પલ્‍સ પોઇન્‍ટ આવેલા હોય છે જયાં સુગંધિત દ્રવ્‍ય છાંટવાથી એ શોષાઇને આખા બોડીમાં ફેલાઇ જાય છે. આમ કરવાથી તમારું વ્‍યકિતત્‍વ ફ્રેશ ફીલ થશે.જો કે આ વિશે એક્સપર્ટનું કહેવું છે કે, શરીરનું મુખ્‍ય પલ્‍સ નાભિમાં કેન્‍દ્રિત હોય છે માટે એ જગ્‍યા પર એક બુંદ પરફ્યુમ લગાવવામાં આવે તો એની સુવાસ લાંબો સમય રહે છે. જો કે ગરદન પાસે પણ પલ્‍સ ફીલ કરી શકાય છે પણ ત્‍યાં બોડી-હિટનું સેન્‍ટર નથી. એને કારણે ત્‍યાં લગાવેલા પરફ્યુમની સુગંધ લાંબા સમય સુધી ટકતી નથી.

Loading...


ઉલ્લેખનીય છે કે, શરીરમાંથી પરસેવાની ગંધ ન આવે અને દિવસભર તાજગીનો અહેસાસ થાય તે માટે આપણે પરફ્યુમ છાંટતાં હોઇએ છીએ. બજારમાં જાતજાતના પરફ્યુમ ઉપલબ્ધ હોય છે. આમાંથી કયા પરફ્યુમની પસંદગી કરવી તેની મુંઝવણ આપણે અનુભવતાં હોઇએ છીએ. જો કે પરફ્યુમ ખરીદતાં અગાઉ પરફ્યુમ ,યુડી કોલોન અને રોલ ઓનમાં શું ફેર છે તે જાણી લેવું જોઇએ. આમાંથી તમારે માટે કયું યોગ્ય છે તે પણ જાણવું જોઇએ. પરફ્યુમમાં માત્ર ચાર ટકા એસેન્શિયલ ઓઇલ અને યુડી ટોઇલેટમાં આઠથી 15 ટકા એસેન્શિયલ ઓઇલ હોય છે. આને છાંટયા બાદ તેની શરીરમાં ઓછામાં ઓછી બે કલાક તો અસર રહે છે. તે મોટી સ્પ્રે બોટલ એટલે કે છાંટી શકાય તેવી બોટલમાં આવે છે. યુડી પરફયુમમાં 15 થી 22 ટકા એસેન્શિયલ હોય છે. તે શરીર પર ત્રણથી પાંચ કલાક ટકે છે. એક વાત ખાસ યાદ રાખવી કે પરફ્યુમમાં જેટલી વધારે માત્રામાં એસેન્શિયલ ઓઇલ હશે તેટલી ઓછી માત્રાની બોટલમાં તે મોંઘા ભાવે વેચાતુ હશે. કેટલાક પરફ્યુમમાં 30 ટકા જેટલું એસેન્શિયલ ઓઇલ હોય છે અને તેની અસર છ કલાક સુધી રહે છે. આથી તે યુડી કોલોનની તુલનામાં મોંધુ પણ હોય છે. પરફ્યુમની ખરીદી હંમેશા સવારના સમયે કરવી .શોપિંગ કરવાની શરૂઆત પરફ્યુમથી કરવી કારણકે સવારના 12 વાગ્યા સુધી આપણી ઘ્રાણેન્દ્રિય એકદમ સક્રિય હોય છે.

Loading...