અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રા છોડીને પાકિસ્તાન કેમ ગયો સિદ્ધુુ ? વિવાદના એંધાણ

18 Aug, 2018

 પૂર્વ ક્રિકેટર અને કોંગ્રેસ નેતા નવજોતસિંહ સિદ્ધુ ઇમરાન ખાનના પીએમ પદના શપથગ્રહણ સમારોહમાં સામેલ થવા માટે પાકિસ્તાન પહોંચી ગયો છે. દરેક હેરાન છે કે કયારેક પોતાને વાજપેયી સાહેબના સિપાહી ગણાવતો નવજોતસિંહ સિદ્ધુુ તેની અંતિમ સંસ્કારમાં સામેલ ન થઇને પાકિસ્તાન જવાનું કેમ સુજયુ ?

સિદ્ધુ શુક્રવારના અટારી બોર્ડ પર પાકિસ્તાન પહોંચી ગયો છે. જયાં તે શનિવારના ઇસ્લામાબાદમાં ઇમરાન ખાનના શપથગ્રહણ સમારોહમાં સામેલ થશે. તે વર્ષ ૨૦૦૪ના સમય હતો જયારે ઇન્ડો-પાક ક્રિકેટ સીરીઝમાં કોમેન્ટરી અસાઇનમેન્ટ પુરો કરીને સિદ્ધુ પાકિસ્તાનથી આ અટારી બોર્ડર થઇને ભારત આવ્યો હતો. ત્યારે તેમણે બીજેપીમાં સામેલ થવાની ઘોષણા કરી હતી પરંતુ ચૂંટણી લડવાનો ઇન્કાર કર્યો હતો.

તે અટલ બિહારી વાજપેયી જ હતા જેના એક કોલ પર સિદ્ધુએ અમૃતસર લોકસભા સીટની ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો હતો. એટલું જ નહીં આ સીટમાં છ વાર સાંસદ રહી ચુકેલા કોંગ્રેસના રઘુનંદન લાલ ભાટીયાને સિદ્ધુએ હરાવ્યો પણ હતો. તે સમયે દરેક રેલીમાં સિદ્ધુ પોતાને ગર્વથી વાજપેયી સાહેબનો સિપાહી બતાવતા હતા. ૨૦૦૭ અમૃતસર લોકસભા ઉપચૂંટણીમાં વાજપેયીને સિદ્ધુના સમર્થનમાં પોતાનું છેલ્લુ ભાષણ આપ્યું હતું.

વાજપેયીની અંતિમયાત્રામાં સામેલ ન થઇને પાકિસ્તાન જવાથી સિદ્ધુના નિર્ણયની પ્રતિક્રિયા આપતા બીજેપી પ્રવકતા રાજેશ હનીએ આરોપ લગાવ્યો. તે ન તો માત્ર સંવેદનશીલ છે પરંતુ એક દગાબાજ વ્યકિત પણ છે તે ઇન્ટરનેશનલ મીડિયામાં મળનારા ફુટેજને જોતા તે તથ્યને ભુલી ગયો કે વાજપેયી જ હતા જેમણે તેને રાજનીતિમાં લાવ્યા હતા અને આજ તેનો અંતિમ સંસ્કાર હતો.

બીજેપીના નેશનલ સેક્રેટરી તરુણ ચુગે કહયું, સિદ્ધુએ નિર્ણય લેતા પહેલા બે વિચારવું જોઇતું હતું. ન માત્ર વાજપેયીની અંતિમ યાત્રા માટે જેમણે તે પોતાના રાજનીતિક ગોડફાધર માનતો હતો પરંતુ પાકિસ્તાન આપણા જવાનો પર જે બોર્ડર કરી રહયા છે, તેનો પણ ધ્યાન રાખવો જોઇતો હતો.