જીયા ખાનને પણ કાસ્ટિંગ કાઉચનો કરવો પડયો હતો સામનો, શરત ન માની તો...

20 Feb, 2018

 એકટ્રેસ જીયા ખાનને કોણ ભુલી શકે છે ? ર૦ ફેબ્રુઆરી ૧૯૮૮ના જન્મેલી જીયા ખાનનું મૃત્યુ આજે પણ રહસ્ય બનેલું છે. એકટ્રેસ જીયા ખાન વિશે તમે ઘણુ જાણતા હશો. તેની ફિલ્મોથી લઇને તેના લિંક-અપ સુધી. ઘણા ઓછા લોકોને ખબર હશે કે તેના પર એક નિર્દેશકની ખરાબ નજર હતી અને આ કારણે જીયા ખાને એક ફિલ્મથી નીકળી જવું પડયું હતું.

હકીકતમાં કેન ઘોષે એકટર શાહિદ કપુરને લઇને ફિલ્મ ચાંસ પે ડાંસ બનાવી રહયા હતા. આ ફિલ્મની બધી તૈયારી કરી લેવામાં આવી હતી અને લીડ હીરોઇન તરીકે જીયા ખાનને સાઇન પણ કરી દેવામાં આવી હતી. જીયા ખાને ફિલ્મની શુટીંગ શરૂ કરી દીધી હતી આ દરમ્યાન અચાનક જ કેન ઘોષે જીયા ખાનને ફિલ્મથી હટાવીને જેનેલિયા ડિસુજાને સાઇન કરી લીધી.
જીયા ખાનને ફિલ્મમાંથી હટાવી દેવામાં આવી પરંતુ તેની કોઇ જાણકારી આપવામાં આવી ન હતી અને ના ફિલ્હના હીરો શાહિદ કપુરને. જીયા ખાનને જેવી ખબર પડી કે તેને ફિલ્મથી કાઢી નાખવામાં આવી છે તો તેને આઘાત લાગ્યો. પરંતુ ફિલ્મની રીલીઝ સુધી તેણે ચુપ્પી રાખી.
ફિલ્મ રીલીઝ થયા પછી જીયા ખાનને રીપ્લેસ કરવાનું સત્ય સામે આવ્યું. જીયા ખાને જણાવ્યા મુજબ, કેન ઘોષની તેના પર ખરાબ નજર હતી અને આ માટે તેને ફિલ્મ છોડવાનું કહેવામાં આવ્યું. જયારે કેન ઘોષનું કહેવું છે કે જીયા ખાન શાહિદ કપુરની વધારે નજીક જવાનો પ્રયાસ કરી રહી હતી આ માટે તેને ફિલ્મમાંથી કાઢી નાખવામાં આવી. 
એક રીતે તો જીયાને આ ફિલ્મમાંથી કાઢવી સારુ જ રહયું. કેમ કે આ ફિલ્મ ખરાબ રીતે પીટાઇ ગઇ હતી. જીયા ખાને એક ઇન્ટરવ્યુમાં કહયું હતું કે, સારુ થયું તેને આ ફિલ્મ ન લીધી. એ જ વર્ષે જીયાની કિસ્મત ખુલી ગઇ કેમ કે તેને સાજીદ નાડિયાડવાલાની ફિલ્મ હાઉસફુલમાં કામ કરવાનો ચાન્સ મળ્યો. ફિલ્મમાં જીયા ખાને અક્ષય કુમારની એકસ-વાઇફનો અભિનય કર્યો અને તે પોતાનો પ્રભાવ છોડવામાં સફળ રહી.