આ ખાસ ‘વ્યક્તિ’ સાથે KBC રમવા ઈચ્છે છે અમિતાભ બચ્ચન

29 Aug, 2018

ફેમસ ગેમ શો ‘કૌન બનેગા કરોડપતિ’ની દસમી સિઝન ટૂંક સમયમાં જ ટીવી પર શરુ થવાની છે. એક પ્રેસ કોન્ફરન્સમાં અમિતાભ બચ્ચને શો વિશે રસપ્રદ વાતો કરી હતી અને કેટલીક અન્ય વાતો પણ જણાવી હતી. નોંધનીય છે કે આ પહેલાની કરોડપતિની દરેક સિઝન સુપરહિટ

આ સાથે જ અમિતાભ બચ્ચને પોતાની દિલની ઈચ્છા પણ કહી હતી. અમિતાભ બચ્ચને જણાવ્યું હતું કે તે પૌત્રી આરાધ્યા સાથે કૌન બનેગા કરોડપતિ રમવા ઈચ્છે છે. બિગ બીએ જણાવ્યું હતું કે તે આરાધ્યા સાથે કૌન બનેગા કરોડપતિ રમવા ઈચ્છે છે. તેમણે એ પણ જણાવ્યું હતું કે આરાધ્યાને ખબર છે કે કેબીસી શું છે? તેની સ્કૂલમાં પણ ક્વિઝ કોમ્પિટિશન થતી રહે છે.

આ ઉપરાંત અમિતાભ બચ્ચને એ પણ જણાવ્યું હતું કે આરાધ્યાને કેબીસીની ધુન ખૂબ જ પસંદ છે. નોંધનીય છે કે કેબીસીની પહેલી સિઝન 2000-2001 દરમિયાન પ્રસારિત થઈ હતી. અત્યાર સુધીમાં તેની નવ સિઝન પ્રસારિત થઈ ચૂકી છે. આ ગેમ શોએ અનેક લોકોનું જીવન બદલી નાખ્યું છે.

પહેલી સિઝનમાં આ ગેમ શોની પ્રાઈઝમની એક કરોડ હતી. જ્યારે હવે આ સિઝનની પ્રાઈઝમની વધીને સાત કરોડ થઈ છે. નોંધનીય છે કે પહેલી સિઝનનો વિનર હર્ષવર્ધન નવાથે રહ્યો હતો. જેણે એક કરોડ રુપિયા જીતીને ઈતિહાસ બનાવ્યો હતો. આ સિઝનને અમિતાભ બચ્ચન ઉપરાંત શાહરુખ ખાન પણ હોસ્ટ કરી ચૂક્યો છે.