બોટાદ : બોયફ્રેન્ડને બચાવવા માટે વિદ્યાર્થીનીએ રચી એવી વાર્તા, પોલીસ રહી ગઇ હેરાન...

23 Mar, 2018

 ગઢડાના બોટાદ રોડ પરથી ઇજાગ્રસ્ત હાલતમાં માંડવધાર ગામની વિલાસ વાઘેલા નામની કોલેજિયન યુવતીને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. આ યુવતીનું અપહરણ કરી લુંટના ઇરાદે માથે મુંડન, કાન અને આંગળા કાપી નાખ્યા અંગેનો વીડિયો વાયરલ થયો હતો. તેના કારણે લોકોમાં ક્રુરતા આચરનાર સામે ફીટકારની લાગણી ફેલાઇ હતી અને પોલીસ માટે પણ બનાવ પડકારરૂપ બની ગયો હતો.  જો કે બાદમાં આ ઘટના લુંટની નહીં પણ પ્રેમી સાથે કુવામાં ઉતર્યા બાદ મશીનમાં વાળ ખેંચાવાના કારણે ગંભીર ઇજાઓ થઇ હોવાના પરિણામ સુધી પોલીસ પહોંચી હતી. આ ઘટના લૂંટ અને અપહરણના બદલે પ્રેમી સાથે કૂવામાં અકસ્માત હોવાનું સ્પષ્ટ થયું હતું.

પરીક્ષાના નામે તેના પ્રેમીને મળવા ગયા બાદ સાળંગપરડા રોડ પર આવેલા કૂવામાં ઉતરી હતી. દરમિયાન કૂવો ઉંડો કરવાના મશીન શાયળામાં તેના વાળ આવી કાન કપાવા ઉપરાંત માથાની ચામડી ઉતરી ગઇ હતી. કોલેજિયન યુવતીનો સોશિયલ મીડિયા પર એવી તસવીરો વાયરલ થઇ હતી કે, બોટાદ જિલ્લા પોલીસે અમદાવાદની હોસ્પિટલ સહિતના સ્થળોએ ટુકડી દોડાવી હતી.

માંડવધાર ગામે રહેતી અને બોટાદમાં કોલેજમાં અભ્યાસ કરતી યુવતી વિલાસા વાઘેલા ગત તા.૨૧-૩ના કોલેજથી પરત આવતી હતી તે દરમિયાન અજાણ્યા શખ્સોએ લૂંટના ઇરાદે અપહરણ કાન તથા આંગળી કાપી માથાના વાળ કાપી ચામડી ઉતરડી નાખવા સુધીની ગંભીર ઘટના સોશિયલ મીડિયામાં વાયરલ થઇ હતી. દરમિયાન, આ ઘટના બાબતે બોટાદના પોલિસ વડા સહિતનો કાફલો ગઢડા પહોંચી ગયો હતો. આ ઇજાગ્રસ્ત યુવતી ભાવનગરથી વધારે સારવાર માટે અમદાવાદ એપોલો હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી હતી.

જે દિવસે આ ઘટના બની ત્યાંરે કોલેજમાં અન્ય વિષયનું પેપર હોવાના કારણે રજા હોવાનું જાણવા મળ્યું હતું, દરમિયાન ઇજાગ્રસ્ત યુવતી પોતાના પ્રેમીને મળવા માટે સાળંગપરડા રોડ ઉપર ગઇ હતી. નજીકના કૂવામાં ઉતરવાની જીદ કરતા કૂવામાં ઉતર્યા હતા. કૂવાને ઉંડો કરવાનું કામ ચાલુ હતું અને  શાયડો શરૂ કરતા વાળ સહિતની ચામડી ખેંચાઇ ગઇ હતી.