ભગત, સુખદેવ અને રાજગુરૂની દેશભકિત જોઇને કંપી ઉઠયા હતા અંગ્રેજો, ડરીને ૧૧ કલાક પહેલા જ દઇ દીધી ફાંસી

23 Mar, 2018

 ર૩ માર્ચનો દિવસે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂએ દેશ માટે પોતાનું સર્વસ્વ ન્યોછાવર કરી દીધુ હતું, આ વાત તો બધા જાણે છે, પરંતુ શું તમે જાણો છો કે ત્રણેયને નકકી કરેલા સમયથી ૧૧ કલાક પહેલા જ ફાંસી પર ચડાવી દેવામાં આવ્યા હતા.

ર૩ માર્ચ એક એવો દિવસ છે, જે ક્રાંતિના નામ છે. ર૩ માર્ચને માત્ર એ માટે યાદ ન કરવો કેમ કે આ દિવસે અંગ્રેજોએ ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને ફાંસી આપી હતી. આ  રૂપથી યાદ કરવો જોઇએ કે આઝાદીના દિવાના ત્રણ મસ્તાનોએ ખુશી ખુશી ફાંસીના ગાળીયાને ચુમ્યા હતા. આ દિવસને આ રૂપથી યાદ કરવો જોઇએ કે આ ત્રણેયએ ભારત માંને ગુલામીની ઝંઝીરોથી મુકિત અપાવા પોતાનું સર્વસ્વ ન્યૌછાવર કરી દીધું.
 

તમને જણાવી દઇએ કે ભગતસિંહ, સુખદેવ અને રાજગુરૂની દેશભકિતને અંગ્રેજોને હચમચાવી નાખ્યા હતા. ત્રણેયની દેશભકિતની બીકમાં અંગ્રેજોએ ૧૧ કલાક પહેલા જ ફાંસી આપી દીધી હતી. આ દિવસને અંગ્રેજોના ડરના રૂપમાં પણ યાદ કરવો જોઇએ. જેના કારણે આ ત્રણેયને ૧૧ કલાક પહેલા જ ફાંસી આપી દીધી હતી. ભગતસિંહ, રાજગુરૂ અને સુખદેવને જે લાહોર ષડયંત્રના કેસમાં ફાંસીની સજા થઇ હતી. તે અનુસાર તેણે ર૪ માર્ચ ૧૯૩૧ને ફાંસી આપવાની હતી. કદાચ ભગતસિંહ તથા તેના ક્રાંતિકારી સાથીયોનો ડર જ હતો કે અંગ્રેજોની સરકારે તેને ૧૧ કલાક પહેલા ર૩ માર્ચ ૧૯૩૧ની સાંજે લગભગ સાડા સાત વાગ્યે જ ફાંસી પર લટકાવી દીધા.

રીપોર્ટ અનુસાર જે સમય આ ત્રણેય ક્રાંતિકારીયોને ફાંસી આપવામાં આવી તે સમયે ત્યાં કોઇ મેજીસ્ટ્રેટ ન હતા. જયારે કાયદા પ્રમાણે તેને હાજર રહેવું જોઇએ. જાણવામાં આવે છે કે ફાંસી દીધા પછી જેલના અધિકારી જેલની પાછલી દિવાલનો ભાગ તોડીને તેના પાર્થિવ શરીરને બહાર લઇ ગયા અને ગંદાસિંહવાળા ગામની આસપાસ અંધરામાં તેના અંતિમ સંસ્કાર કરી દીધા હતા. આ પછી આ ત્રણેયની અસ્થિઓને સતલુજ નદીમાં વહાવી દીધી હતી.

આવા હતા ભગતસિંહ

ભગતસિંહનો જન્મ ૨૮ સપ્ટેમ્બર ૧૯૦૭ને થયો હતો. આ કોઇ સામાન્ય દિવસ ન હતો. પરંતુ આ ભારતીય ઇતિહાસ માટે ગૌરવમયી દિવસના રૂપમાં ઓળખાવામાં આવે છે. અવિભાજીત ભારતની જમીન પર એક એવા શખ્સનો જન્મ થયો જે કદાચ ઇતિહાસ લખવા માટે જ જન્મ લીધો હતો. જિલ્લા લાયલપુર(હવે પાકિસ્તાનમાં)ના ગામ બાવલીમાં ક્રાંતિક્રારી ભગતસિંહનો જન્મ એક સામાન્ય પરિવારમાં થયો હતો. ભગતીસંહને જયારે એ સમજમાં આવવા લાગ્યું કે તેની આઝાદી ઘરની ચારદિવાલ સુધી સિમિત છે તો તેને દુ:ખ થયું. તે વારંવાર કહયા કરતા કે અંગ્રેજોેથી આઝાદી મેળવવા માટે આપણે યાચનાની જગ્યાએ યુદ્ધ કરવું પડશે.

ભગતસિંહનો વિચાર તે સમયે પુરી રીતે બદલી ગયો જે સમયે ૧૩ એપ્રિલ ૧૯૧૯ જલિયાંવાલા બાગ કાંડ થયો હતો. જણાવવામાં આવે છે કે અંગ્રેજો દ્વારા કરવામાં આવેલા કત્લેઆમથી તે એ હદે વ્યથિત થઇ ગયા કે પીડિતોનું દર્દ વહેંચવા ૧૨ મીલ ચાલીને જલિયાંવાલા પહોંચે. ભગતસિંહના બગાવતી સુરોથી અંગ્રેજોની સરકારમાં ઘબરાહટ હતી. અંગ્રેજી સરકાર ભગતસિંહથી છુટકારો મેળવવા માટે લાગી ગઇ. છેલ્લે અંગ્રેજોએ સાંડર્સ હત્યાકાંડમાં તે મોકો મળી ગયો. ભગતસિંહ અને તેના સાથિયો પર કેસ ચલાવી તેને ફાંસીની સજા સંભળાવી. ફાંસીના કેટલાક દિવસ પહેલા  ૩ માર્ચના ભગતસિંહએ પોતાના ભાઇ કુલતારને મોકલેલા એક પત્રમાં તે પોતાના ક્રાંતિકારી વિચારોને કંઇક એવા અંદાજમાં લખ્યો કે તે અંગ્રેજોેના ઘબરાવવા માટે ઘણો હતો.