પુરૂષો માટે બેસ્ટ પ્રાકૃતિક એંટી-એજિંગ ટીપ્સ

16 Sep, 2015માત્ર મહિલાઓ જ નહીં પરંતુ પુરૂષો પણ સુંદર દેખાવા ઈચ્છે છે. પુરૂષો એમ પણ ઈચ્છે છેકે ઉંમરની અસર તેમના પર ઓછી દેખાય. ઈન શોર્ટ મહિલાઓની જેમ જ પુરૂષો પણ વર્ષો વર્ષ હેલ્થી દેખાવા માંગે છે. બજારમાં એવા ઘણાં ઉત્પાદનો મળે છે જે તમને સ્વસ્થ્ય ત્વચા પ્રદાન કરી શકે છે. પરંતુ આ બધું જ કેટલું લાંબુ ટકી શકે તે કહી ન શકાય. પરંતુ જો જીવનશૈલી, આહારમાં થોડો ફેરફાર, અને નિયમીત રીતે થોડો વ્યાયામ કરવામાં આવે તો ઉંમરની અસરને ઝડપથી ઘટાડી શકાય છે. અને એટલે જ અમે તમને એવી કેટલીક એન્ટી એજિંગ ટીપ્સ આપી રહ્યાં છે જે તમારી વધતી ઉંમરને રોકી શકે છે.

ઉંઘ
સારા સ્વાસ્થ્ય માટે પૂરતી ઉંઘ લેવી ખુબ જ જરૂરી છે. આંખોની નીચે કાળા કુંડાળાથી બચવા માટે રોજ ઓછામાં ઓછી 8 કલાકની ઉંઘ ખુબ જ જરૂરી છે. પૂરતી ઉંઘથી ત્વચાની કોશિકાઓને આરામ મળે છે. અને કરચલી નથી પડતી.

ધુમ્રપાન
જો તમે વર્ષો સુધી સારી ત્વચા ઈચ્છો છો, તો ધુમ્રપાનની આદતને છોડી દો. સ્મોકીંગ કરતા લોકોની ઉંમર વધુ દેખાતી હોય છે.

શેવીંગ
શેવીંગ દરેક પુરૂષ માટે ખુબ જ જરૂરી છે. પરંતુ શેવીંગ કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબત એ છે કે તમે શેવીંગ કરતી વખતે ગરમ પાણીનો ઉપયોગ કરો અને શેવીંગ કર્યા બાદ લોશન પણ લગાવો.

આલ્કોહોલ
ઉંમરની અસરને ઓછી કરવા માટે જરૂરી છે કે તમે આલ્કોહોલથી દૂર રહો. આલ્કોહોલથી રૂધિરવાહિનીઓ વધુ મોટી થઈ જતી હોય છે.

વ્યાયામ
ત્વચાને કસીલી બનાવી રાખવા અને મસલ્સને મજબૂત બનાવી રાખવા માટે વ્યાયામ ખૂબ જ જરૂરી છે.

ક્લીંઝર
દૂધથી દિવસમાં બે વાર ત્વચાને ક્લીંન્ઝ કરો. જેનાથી ત્વચાની કોશિકાઓને નષ્ટ થતી બચાવી શકાય છે. આ એક સારૂં એન્ટી એજિંગ ઔષધિ છે.

મસાજ
અઠવાડિયામાં ઓછામાં ઓછી બે વખત મસાજ જરૂરથી કરો. આમ કરવાથી રક્ત સંચાર સારો થાય છે. અને ઉમંરની અસર ઓછી દેખાય છે.

લીલા શાકભાજી
લીલા શાકભાજી ત્વચા માટે કારગર એન્ટી એજિંગ છે. તમારા ખોરાકમાં ધ્યાન રાખો કે તાજા લીલા શાકભાજી જરૂરથી હોય.

સૂરજના સીધા કિરણોથી દૂર રહો
ઉંમરના પ્રભાવને ઘટાડવા માટે સૂરજના સીધા કિરણોથી દૂર રહો. જો તડકામાં નીકળવું ખુબ જ જરૂરી હોય તો સારૂં સનસ્ક્રીન લોશન પણ યુઝ કરો.

ખુબ પાણી પીવો
સારી ત્વચા માટે દિવસમાં ઓછામાં ઓછું 8 ગ્લાસ પાણી પીવો. ત્વચા માટે પાણી સૌથી સારી ઓષધિ છે. જો ઉચિત માત્રામાં પાણી પીવામાં આવે છે, તો ડિહાઈડ્રેશનની સમસ્યા નથી થતી.