દરરોજના ફક્ત રુ. 100નું રોકાણ અને લાખોનો ફાયદો

27 Jul, 2018

 આજકાલ આપણે બધા વિચારતા હોઈએ છીએ કે જેટલું કમાઈ અને રોકાણ કરી શકાય તેટલું 50 વર્ષ સુધીમાં કરી લેવું જોઈએ. ઘણીવાર આ માટે તમે અનેક જાતીની સ્કિમમાં પણ પૈસા રોકવાનું વિચાર કરતા હશો. પરંતુ દૈનિક લાઈફ સ્ટાઈલ એટલી મોંઘી થઈ ગઈ છે કે મોટાભાગે 25-30 વર્ષનો એક સામાન્ય વ્યક્તિ દરરોજ માંડ રુ.100ની બચત કરી શકે છે.

જો તમે પણ આ કેટેગરીમાં આવો છો તો હવે તમને પણ થશે કે આટલી નાની બચતમાં તો શું કરી શકાય. પણ અહીં જ તમે ભૂલ કરો છો. અન્ય લોકોની જેમ તમે પણ નાની-નાની બચતો પર ધ્યાન નથી આપતા. નાની નાની બચત માટે માર્કેટની અન્ય કંપની જ નહીં પણ ખુદ કેન્દ્ર સરકાર પણ એવો પ્લાન આપી રહી છે જેમાં 60 વર્ષની ઉંમર સુધી દરરોજના રુ. 100ની બચત કરવાથી તમને દર મહિને રુ.33000 જેટલી રકમ વળતર રુપે મળી શકે છે. અલબત્ત આ માટે તમે 25 વર્ષના હોવ ત્યારથી રોકાણ કરવું પડે છે. જો મોડું શરુ કરો તો એટલા રુપિયા ઓછા મળે છે.


આ છે કેન્દ્ર સરકરાની નેશનલ પેન્શન સ્કીમ જેના વિશે આજે અમે તમને જણાવીશું. જેમ કે આવનાર 25 વર્ષ સુધી રોજના 100 રૂપિયાનું સેવિંગ કરવામાં આવે તો 60 વર્ષની ઉંમર બાદ તમને આજીવન દર મહિને 34,454 હજાર રૂપિયા અથવા દર વર્ષે 4.13 લાખ રૂપિયા મળશે. આ યોજનામાં ખાસીયત એ છે કે તેમાં સરકારી અને પ્રાઈવેટ બંને સેક્ટરમાં કામ કરતા લોકો જેમની ઉંમર 18થી 60 વર્ષની વચ્ચે છે, તે સામેલ થઇ શકે છે.


આ પણે રોકાણું સર્કલ 25 વર્ષનું નક્કી કરીએ તો, દરરોજ માત્ર 100 રૂપિયાના હિસાબે મહિનાના 3,000 રૂપિયાનું રોકાણ કરવાનું રહેશે. યોજાનાનો લાભ લેવા માટે તમારે 60 વર્ષનની ઉંમર સુધી રોકાણ કરવું પડશે 60 વર્ષે તમારા એકાઉન્ટમાં જેટલું ફંડ જમા હશે તેમાંથી ઓછામાં ઓછી 40 ટકાની એન્યુઇટી ખરીદવી જરૂરી છે. તમે આ યોજનામાં ઓછામાં ઓછું માસીક રુ. 500ના રોકાણથી પણ શરૂ કરી શકો છો. જ્યારે મહત્તમ રોકાણની કોઇ સીમા નથી.


સ્કીમ અનુસાર જેટલું ફંડ 60 વર્ષમાં તૈયાર થશે, તેમાથી 60 ટકા ફંડની એન્યુઇટી ખરીદવા પર એન્યુઇટીની રકમ 68.90 લાખ રૂપિયા થશે. બાકી બચેલી 40 ટકાની રકમ 45.93 લાખ રૂપિયા થશે. જેને 60 વર્ષની ઉંમર બાદ કેટલાક સ્ટેપમાં ઉપાડી શકો છો. 60 વર્ષ બાદ દર મહિને તમને કેટલી રકમ મળશે તે કેટલી એન્યુઇટી એડ કરાવો છો તેના પર નક્કી થાય છે. જેટલી વધારે એન્યુઇટી હશે તેટલી જ વધુ રકમ પેન્શનની જેમ દર મહિને તમને મળશે.


જો 60 વર્ષ પહેલા જ રોકાણકારનું મોત થાય તો સમગ્ર રકમ તેના નોમિનીને આપી દેવામાં આવે છે. આ યોજનામાં જમા કરવામાં આવતા તમારા રુપિયા PFRDA રજીસ્ટર પેન્શન ફંડ મેનેજર કંપની મેનેજ કરે છે. તેઓ ઇક્વિટી માર્કેટ, સરકારી સિક્યુરિટી, સરકારી બોન્ડ અને ફિક્સ્ડ ઇનકમ આપનાર ઇન્સ્ટ્રુમેન્ટ પર આ પૈસા લગાવે છે. તેમજ તમારી પાસે પાસે વિકલ્પ પણ હોય છે કે તમારે પૈસા ક્યાં ઇન્વેસ્ટ કરવા છે.

NPS એકાઉન્ટ ખોલાવા માટે સરકારે દેશભરમાં પોઇન્ટ ઓફ પ્રેઝન્સ (પીઓપી) બનાવ્યા છે, જેમાં દેશની લગભગ તમામ સરકારી અને પ્રાઇવેટ બેન્ક્સ પીઓપી તરીકે કામ કરે છે એટલે તમે કોઇપણ બેન્કની નજીકની શાખા અથવા તમારી પોતાની બેંકમા આ એકાઉન્ટ ખોલાવી શકો છો.


રજિસ્ટ્રેશન ફોર્મ, જે બેન્ક તરફથી મળશે

એડ્રેસ પ્રુફ

આઈડેન્ટિટી પ્રુફ

બર્થ સર્ટિફિકેટ અથવા ધોરણ 10નું સર્ટિફિકેટ