બનાવો આ તેલ ઘરે, અને કરો તમારા વાળને ભરાવદાર+કાળા

04 Mar, 2018

 ભાંગરો નામની વનસ્પતિને માથામાં તેલ નાખવામાં ઉપયોગ કરવામાં આવે છે. જેને મરાઠીમાં ભાંગરા અને અંગ્રેજીમાં એક્લિપ્ટા આલ્બા તરીકે ઓળખાય છે. આ વનસ્પતિના કુદરતી ગુણોને લીધે જ એને સૌંદર્ય પ્રસાધન તેમ જ સપ્લિમેન્ટ્સ તરીકે પણ લેવામાં આવે છે. તો આજે જાણીએ ભૃંગરાજ કે ભાંગરો કેવી રીતે મદદરૂપ થાય છે.

વાળ અને ભાંગરો
નાની વયે સફેદ થતા વાળ, ખરતા વાળ, વાળનો જથ્થો ઓછો હોય, ટાલ પર ખીલ, ખંજવાળ કે કોઈ પણ પ્રકારનું ઇન્ફેક્શન હોય તો દરેક સમસ્યા ભાંગરાથી દૂર થઈ શકે છે. ભાંગરાના તેલને વાળના સ્કેલ્પ પર લગાવવું. ભાંગરાનું તેલ વાળનો કુદરતી રંગ પાછો લાવવામાં મદદ કરે છે. નિયમિતપણે ભાંગરાનો ઉપયોગ કાળા વાળની ઉંમર વધારે છે. વાળના સફેદ થવાના સમયને લંબાવે છે. જેવી રીતે કોઈ શેમ્પૂની જાહેરાત જોઈને વાળને સ્મૂધ અને સિલ્કી બનાવવાનું મન થઈ જાય તો આ તો શેમ્પૂ કરતાં સારો અને કુદરતી ઉપાય છે. હા, ભાંગરો વાળને મુલાયમ અને નરમ બનાવે છે. વાળની શુષ્કતા દૂર કરે છે. આ સિવાય ભાંગરાને આમળાં, શિકાકાઈ કે શંખપુષ્પી વનસ્પતિ સાથે મિક્સ કરીને પણ લગાવી શકાય. એનાથી સ્કેલ્પનાં બંધ થઈ ગયેલાં છિદ્રો ખૂલશે અને એને ઓક્સિજન મળશે, જેથી વાળના વિકાસની પ્રક્રિયાને વેગ મળશે.

દક્ષિણના લોકોના વાળ બહુ જ લાંબા, તંદુરસ્ત, કાળા અને સુંદર હોય છે. એમાં ઘણાં પરિબળો જવાબદાર છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે આપણે જેવી રીતે પાલક અને દાળ ખાઈએ છીએ એવી જ રીતે દક્ષિણમાં લોકો ભાંગરો અને દાળ ખાય છે. ભાંગરો ખાવાથી શરીરમાં લગભગ મોટા ભાગની તકલીફો દૂર થાય છે. ભાંગરો હેલ્થ ટોનિક તરીકે પણ ઉપયોગમાં લેવાય છે. સામાન્ય રીતે એ કફ અને વાયુની તકલીફ દૂર કરે છે. જો પાચનમાર્ગ સ્વસ્થ હોય તો લગભગ દરેક બીમારી શરીરમાં આવતાં ડરે છે.