ઉપવાસમાં રોજ ખાશો કેળા તો નહીં લાગે ભૂખ અને હેલ્થ રહેશે સરસ

13 Aug, 2018

પવિત્ર શ્રાવણ માસનો પ્રારંભ થઈ ગયો છે. ધર્મગ્રંથો પ્રમાણે ભગવાન શિવને શ્રાવણ મહિનો ખૂબ જ પ્રિય હોય છે. ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે ઘણા ભક્તો આખો મહિનો નકોરડા ઉપવાસ કરતા હોય છે તો કેટલાક એકટાણાં સાથે એક મહિનો ઉપવાસ કરતા હોય છે જ્યારે કેટલાક ભક્તો માત્ર શ્રાવણના સોમવારના દિવસે જ ઉપવાસ કરતા હોય છે. જેથી શ્રાણણ માસમાં ડાયટ પર પણ ધ્યાન આપવું જરૂરી છે.

આ મહિનામાં ફ્રૂટ્સ વધુ ખાવામાં આવે છે, જેમાંથી કેળા એવું ફ્રૂટ છે જેને ખાવાથી ઈન્સ્ટન્ટ એનર્જી મળે છે. સાથે જ તે સરળતાથી મળી રહે છે અને સસ્તું પણ હોય છે. તો તમને જણાવી દઈએ કે રેગ્યુલર કેળા ખાઈને ડાઈજેશન પ્રોબ્લેમ, બીપી, અસ્થમા સહિતના ઘણાં રોગોને કંટ્રોલ કરી શકાય છે. કેળાના ગજબના ફાયદાઓને કારણે તેને સુપર ફૂડ કહેવામાં આવે છે. તો આજે આયુર્વેદ એક્સપર્ટ ડો. બી.એન સિન્હા પાસેથી જાણી લો શ્રાવણ માસમાં અને રેગ્યુલર દિવસોમાં પણ કેળા ખાવાના ફાયદાઓ

1 મીડિયમ સાઈઝના કેળામાંથી મળતાં ન્યૂટ્રીશન્સ

1 મીડિયમ સાઈઝના કેળામાં 105 કેલરી હોય છે. આ સિવાય તેમાં 9% પોટેશિયમ, 33% વિટામિન બી6, 11% વિટામિન સી, 8% મેગ્નેશિયમ, 10% કોપર, 14% મેંગ્નીઝ, 24 ગ્રામ કાર્બ્સ, 3.1 ગ્રામ ફાયબર, 1.3 ગ્રામ પ્રોટીન, 0.4 ગ્રામ ફેટ હોય છે.


હાઈ ફાયબર

કેળામાં સોલ્યૂબલ અને ઈનસોલ્યૂબર ફાયબર ભરપૂર પ્રમાણમાં હોય છે. જેથી ઉપવાસમાં કેળા ખાવાથી પેટ લાંબા સમય સુધી ભરેલું રહે છે અને વારંવાર ભૂખ લાગવાની સમસ્યા થતી નથી. સવારે નાસ્તામાં કેળું ખાવામાં આવે તો આખા દિવસ માટે બોડીને એનર્જી મળી રહે છે.


હાર્ટ માટે બેસ્ટ
હાઈ ફાયબર ફૂડ્સ હાર્ટ માટે સારાં માનવામાં આવે છે. યૂનિવર્સિટી ઓફ લિડ્સ ઈન યૂ.કે.ની એક સ્ટડી મુજબ ફાયબર રિચ ફૂડ્સ ખાવાથી હાર્ટ ડિસીઝ અને કોરોનરી હાર્ટ ડિસીઝનો ખતરો ઓછો થાય છે.


ડાઈજેશનની બેસ્ટ દવા
બોવેલ મૂવમેન્ટ અને ડાઈજેશન ઈમ્પ્રૂવ કરવા માટે ફાયબરવાળા ફૂડ ડાયટમાં સામેલ કરવા જોઈએ. ઉપવાસમાં ડાઈજેશન પ્રોબ્લેમ વધી જતો હોય છે. આવા સમયે કેળામાં રહેલું ડાયટરી ફાયબર ડાઈજેશન માટે બેસ્ટ માનવામાં આવે છે.