ફકત આ ૧ ઉપાયથી ખરતા વાળની સમસ્યાથી મળશે રાહત

17 Feb, 2018

 આજની ખાણીપીણીની આદત અને ઉજાગરાને કારણે યંગ જનરેશનમાં પણ વાળ ખરવાની સમસ્યા આજકાલ સામાન્ય થઇ ગઇ છે. ઘણા લોકો આ સમસ્યાને લઇને બહુ જ પરેશાન રહે છે અને ખાસ કરીને મહિલાઓ આ સમસ્યાથી ખુબ  પરેશાન હોય છે. મહિલાઓ ખરતા વાળને અટકાવવા માટે કેટલાક શેમ્પુનો ઉપયોગ કરે છે. પરંતુ કોઇ ખાસ ફરક પડતો નથી. એવામાં મહિલાઓ ખુબ જ પરેશાન રહે છે કે કેવી રીતે ખરતા વાળની સમસ્યા દુર કરી શકાશે. 

જો તમે પણ આ વાતને લઇને ચિંતીત છો તો અમે તમારા માટે આજે સસ્તા અને અસરદાર હેરપેક લઇને આવ્યા છીએ.

સામગ્રી

1 નંગ – ડુંગળી

1 મોટી ચમચી – મધ

4-5 ટીંપા – લેવેન્ડર ઓઇલ

 

ઉપાય

સૌ પ્રથમ એક ડુંગળીને છોલી લો. હવે તેને કટ કરીને બરાબર પીસી લો અને તેનો રસ નીકાળી લો. હવે તેમા મધ અને લવેન્ડર ઓઇલ ઉમેરીને મિક્સ કરો. લવેન્ડર ઓઇલથી વાળમાં ડુંગળીની દુર્ગંધ આવશે નહી. આ પેકને વાળમાં 20 મિનિટ સુધી લગાવી રાખો. અઠવાડિયામાં બે વાર આ પેકનો ઉપયોગ કરવાથી ઝડપથી ફાયદો મળી શકે છે. સાથે તમારા ખરતા વાળની સમસ્યા દૂર થશે અને વાળમાં ચમક આવશે.