કોઇપણ જાતના લોશન વગર ૭ દિવસમાં ત્વચા બનાવો ગોરી

03 Feb, 2018

 ચહેરા પર કોઇપણ પ્રકારના ખીલ કે ડાઘ-ધબ્બા અને બ્લેકહેડ્સથી પરેશાન છો. તેમજ તમારા ચહેરાની ત્વચા શ્યામ લાગે છે. ખરાબ ત્વચાને લઇને ઘણા ઉપાય કરવામાં આવે છે. તે સિવાય બજારમાં ઘણી એવી પ્રોડક્ટ મળે છે. જે દાવો કરે છે કે બે દિવસમાં જ તમારી ત્વચા ગોરી થઇ જશે. પરંતું તેની કોઇ અસર થતી નથી. બજારમાં મળતી વસ્તુમાં વધારે પ્રમાણમાં કેમિકલ્સ હોય છે. જેથી આપણી ત્વચા પર આડ અસર થવા લાગે છે અને ચહેરા પર ડાધ-ધબ્બામાં વધારો થાય છે. તો આવો જોઇએ ઘણા એવા કુદરતી ફેસપેક જે ઘરે જાતે બનાવી તમે તમારી ત્વચાને ફરીથી સુંદર બનાવી શકો છો. જેની કોઇ આડ અસર થશે નહી.

  • એલોવેરા ઓઇલી ત્વચા ધરાવનાર લોકો માટે ખૂબ ફાયદાકારક છે. એલોવેરા ચહેરામાં રહેલા તેલને શોષી લેવામાં મદદ કરે છે. તેમજ હળદર અને ગુલાબજળથી ત્વચા પર ચમક આવે છે અને ત્વચા બ્રાઇટ બને છે. આ ફેસ માસ્કને બનાવવા માટે 1 ચમચી એલોવેરા, 1/4 હળદર, 2 ચમચી ગુલાબજળ એક સાથે મિક્સ કરીને ચહેરા પર લગાવો. થોડીક મિનિટ આ પેસ્ટને ફેસ પર લગાવી રાખો અને બાદમાં ચહેરાને સાદા પાણીથી ધોઇ લો. ચહેરાને ધોઇ લીધા બાદ ગુલાબજળથી ફરી ચહેરો ધોઇ લો. જો સ્કિન ડ્રાય લાગી રહી છે તો એક હળવું માઇલ્ડ મોઇશ્ચુરાઇઝરનો ઉપયોગ કરી શકો.
  • ચોખાનો લોટ, મધ અને ચાનું પાણી મિક્સ કરીને મૃત ત્વચાને દૂર કરીને તમે ત્વચાને ગોરી બનાવી શકો છો. મધ ચહેરાને મોઇશ્ચુરાઇઝર કરશે અને શુષ્કતા પણ દૂર કરવામાં મદદ કરશે. 1/2 ચમચી મધસ 1 કપ ચાનું પાણી, 2 ચમચી ચોખાનો લોટ લોટ બરાબર મિક્સ કરીને તેની પેસ્ટ બનાવો. આ પેસ્ટને ચહેરા પર ઓછામાં ઓછી 15-20 મિનિટ લગાવી રાખો. તે બાદ આ પેસ્ટને હટાવવા માટે આંગળીઓ પર થોડુંક પાણી લગાવીને હળવા હાથે ચહેરા સ્ક્રબ કરો. આમ કરવાથી ચહેરા પરની મૃત ત્વચા દૂર થશે અને ત્વચા ગોરી થશે.
  • લીમડો, ચણાનો લોટ અને દહીંના માસ્કથી ખીલ અને ડાઘ-ધબ્બા ઓછા થઇ શકે છે. 1 મોટી ચમચી ચણાનો લોટ. 1 નાની ચમચી લીમડાનો પાઉડર અને 2 મોટી ચમચી દહીં બરાબર મિક્સ કરી લો. હવે આ માસ્કને 15 મિનિટ તમારા ચહેરા પર લગાવી રાખો. આ માસ્કને અઠવાડિયામાં બે વાર ચહેરા પર લગાવવાથી સારુ પરિણામ મળે છે. તેમજ ચહેરામાં ચમક આવે છે.