આ યુવતી છે વિશ્ર્વસુંદરી ઐશ્ર્વર્યા રાયની ભાભી, ખુબસુરતીમાં આપે છે ઐશ્ર્વર્યાને ટકકર

26 Jun, 2018

હુસ્નની મલ્લિકા ઐશ્ર્વર્યા રાયને કોણ નથી ઓળખતું. ઐશ્ર્વર્યા એક એવી મહિલા છે જેણે માત્ર સુંદરતા જ નહીં પરંતુ પોતાના દમદાર અભિનયના બળ પર લોકોના દિલો પર રાજ કર્યું છે. ઐશ્ર્વર્યા ખુબસુરતીની મિસાલ છે. તેના જેવી સુંદર મહિલા કદાચ જ કોઇ આ દુનિયામાં છે. ભલે જ આજે પ્રિયંકા અને દિપીકા હોલીવુડમાં ઘણું નામ કમાઇ રહી હોય પરંતુ અસ્સલમાં બોલીવુડને દુનિયાભરમાં ઓળખાણ ઐશ્ર્વાર્યએ જ અપાવી. દુનિયાભરમાં ઐશ્ર્વર્યાના કરોડો ફેન્સ છે.

 

 

ઐશ્ર્વર્યાએ ટોચ પર પહોંચવા માટે ઘણી મુશ્કેલીનો સામનો કર્યો છે. ઐશ્ર્વર્યા બોલીવુડમાં હજુ સુધી લગભગ ૫૦ ફિલ્મોથી વધારેમાં કામ કરી ચુકી છે. ઐશ્ર્વર્યાનું નામ સલમાન ખાન અને વિવેક ઓબેરોય જેવા ઘણા એકટરની સાથે જોડાયું. પરંતુ છેલ્લે તેના લગ્ન જુનિયર બચ્ચન એટલે અભિષેક બચ્ચની સાથે થયા.
 
 
 

અભિષેક અને ઐશ્ર્વર્યાની મુલાકાત વર્ષ ૨૦૦૦માં થઇ હતી. ફિલ્મ ગુરૂના સેટ પર અભિષેકે ઐશ્ર્વર્યાને પ્રપોઝ કર્યું હતું. આજે અભિષેક અને ઐશ્ર્વર્યા ખુશહાલભરી જિંદગી જીવી રહયા છે અને તેની એક પ્યારી દીકરી પણ છે જેનું નામ આરાધ્યા છે. ઐશ્ર્વર્યા સમાંતરે સોશ્યલ મીડિયામાં પોતાની દીકરીની સાથે તસવીરો શેયર કરે છે. ઐશ્ર્વર્યા અને બચ્ચન ફેમિલી વિશે તો લગભગ બધા જાણે જ છે. પરંતુ ઘણા ઓછા લોકો છે જે ઐશ્ર્વર્યા રાયની ફેમિલી વિશે જાણે છે. જણાવી દઇએ કે ઐશ્ર્વર્યાના પિતાનું નિધન થઇ ગયું છે. ઐશ્ર્વર્યાની ફેમિલીમાં તેની માતા-પિતા સિવાય તેનો ભાઇ અને ભાભી પણ છે. ઐશ્ર્વર્યા રાયના ભાઇનું નામ આદિત્ય રાય છે. આદિત્ય મર્ચન્ટ નેવીમાં એન્જિનિયર તરીકે કામ કરે છે. આ સિવાય તે ફિલ્મ દિલ કા રિશ્તાનો પ્રોડયુસર પણ રહી ચુકયો છે. આ ફિલ્મમાં મુખ્ય ભૂમિકામાં ઐશ્ર્વર્યા રાય જ હતી

 

 

ઐશ્ર્વર્યાના ભાઇએ શ્રીમા રાયની સાથે લગ્ન કર્યા છે. જણાવી દઇએ કે આદિત્યની પત્ની શ્રીમા એટલી ખુબસુરત છે કે તેના પરથી નજર હટતી નથી. કેટલાક લોકો તો શ્રીમાની તુલના ઐશ્ર્વર્યાની સાથે કરવા લાગ્યા છે અને તેણે ઐશ્ર્વર્યાથી વધારે સુંદર તેની ભાભી શ્રીમા લાગે છે.

 

 

આજે આ પોસ્ટમાં અમે તમારા માટે ઐશ્ર્વર્યાની ભાભી શ્રીમા રાયની કેટલીક તસવીરો લઇને આવ્યા છીએ. તમે પણ તેને જોઇને એકવાર તેના વખાણ જરૂર કરશો. જણાવી દઇએ કે શ્રીમા એક હાઉસવાઇફ છે અને પરિવારનું ધ્યાન રાખે છે. હાઉસવાઇફની સાથે સાથે સાઇડમાં તે ફેશન બ્લોગિંગનું પણ કામ કરે છે. શ્રીમા ઘર અને પોતાના કામની વચ્ચે કમાલનું બેલેન્સ બનાવીને ચાલે છે. શ્રીમા જોવામાં કોઇપણ મોડલ કે અભિનેત્રીથી કમ નથી.

 

 

તેની નણંદ વિશ્ર્વની સૌથી ખુબસુરત મહિલા છે એવામાં તેની તુલના ઐશ્ર્વર્યા રાયની સાથે કરવામાં આવે છે. પરંતુ ખુબસુરતી અને ગ્લેમરના મામલામાં શ્રીમા કોઇ હિરોઇન કે મોડલથી ઉણી ઉતરતી નથી. તે પોતાની ખુબસુરતી અને સ્ટાઇલમાં મોટી મોટી અભિનેત્રીઓને ટકકર આપી શકે છે. ઐશ્ર્વર્યા હંમેશા પોતાની ભાભીની સાથે તસવીર સોશ્યલ મીડિયામાં શેર કરે છે. તસવીરો જોઇને તેની વચ્ચે સારી બોન્ડિંગનો અંદાજ લગાવી શકાય છે. તમે પણ જુઓ ઐશ્ર્વર્યા રાયની ભાભી શ્રીમા રાયની કેટલીક ખુબસુરત અને ગ્લેમરસ તસવીરો.