બટાટા-પૌંઆ કટલેટ

12 Dec, 2016

સામગ્રી

 અડધો કિલો બટાટા
 ૧/૪  કિલો પૌંઆ
 ૧ ચમચી આદું-મરચાની પેસ્ટ
 અડધી ચમચી હળદર
 અડધી ચમચી મરચું
 મીઠું સ્વાદ અનુસાર
 એક લીંબુ
 એક ચમચી સાકર
 તળવા માટે તેલ

રીત
પહેલાં બટાટા બાફી લો, ત્યાર બાદ બાફેલા બટાટાનો માવો કરી, એમાં પૌંઆ, આદું-મરચાની પેસ્ટ, હળદર, મરચું, મીઠું, લીંબુ અને સાકર ભેગાં કરી માવો બનાવો.
કટલેટનો શેપ આપવા માટે સ્ટીલનું બીબું લો, પછી તૈયાર કરેલા માવામાંથી સ્ટીલના બીબામાં માવો ભરો. એક કડાઈમાં કટલેટ તળવા માટે જરૂરી તેલ લો અને ગરમ કરો. ત્યાર બાદ તૈયાર કરેલી કટલેટ એમાં તળવા મૂકો. લાઇટ બ્રાઉન કલર થાય ત્યારે કડાઈમાંથી કાઢી લો. ગરમાગરમ કટલેટ ડિશમાં ટમૅટો સૉસ અને બ્રેડ સાથે સર્વ કરો.