ભારત સરકારે બેન કરી દીધી આ ૪ બોલ્ડ ફિલ્મો, પરંતુ યુટયુબ પર આજે પણ ચાલી રહી છે

13 Nov, 2018

 ફિલ્મ ઇન્ડસ્ટ્રીઝમાં હંમેશા એવું જોવા મળે છે કે કેટલીક ફિલ્મોમાં આપત્તિજનક દૃશ્ય હોવાના કારણે સેન્સર બોર્ડની તરફથી રીલીઝથી પહેલા તેને કાપવાનો આદેશ આપવામાં આવે છે. આ સિવાય કેટલીક એવી ફિલ્મો પણ હોય છે જેને બેન કરી દેવામાં આવે છે.

બેન કરવાની પાછળ સૌથી મોટું કારણ એ હોય છે કે તેનું કન્ટેન્ટ દર્શકોને બતાડવા લાયક નથી હોતું. આજની આ પોસ્ટમાં અમે તમને આવી જ પ ફિલ્મો વિશે બતાવીશું, જે ભારતમાં પુરી રીતે બેન છે પરંતુ તો પણ યુટયુબ પર હાજર છે. 
 

૧. અનફ્રીડમ : સન ૨૦૧૫માં આવેલી આ ફિલ્મને બેન થયા પછી મીડિયામાં ઘણી ચમકી હતી. આ મુવીની વાર્તા આખી સમલૈગિક સંબંધો પર આધારીત છે. તેમાં કેટલાક એવા સીન્સ હતા કે જેને સેન્સર બોર્ડે પહેલા હટાવવાનો આદેશ કર્યો હતો. પરંતુ જયારે નિર્દેશક રાજ અમિત કુમારે તેને કટ કરવાનો ઇન્કાર કરી દીધો તો તેને બેન કરી દેવામાં આવી.


ર. સીન્સ : ભારતીય સિનેમા જગતમાં બેન થનારી ફિલ્મોની લીસ્ટમાં સૌથી વધારે ફેમસ છે સીંસ. યશરાજ બેનર હેઠળ બનેલી આ ફિલ્મ સન ૨૦૦૫માં આવી હતી. તેની સ્ટોરી એક પાદરી અને એક મહિલાના સંબંધો પર બનાવામાં આવી હતી. યુટયુબ પર અત્યાર સુધીમાં તેને ૨૧ મિલિયનથી પણ વધારે લોકો જોઇ ચુકયા છે.

 


૩. પાંચ : આ ફિલ્મને બોલીવુડના પ્રખ્યાત ડાયરેકટર અનુરાગ કશ્યપે ડાયરેકટ કરી હતી. સેન્સર બોર્ડે આ માટે રીલીઝ કરવાનો ઇન્કાર કરી દીધો હતો કેમ કે તેમાં વધારે હિંસા અને નશાખોરી સિવાય ઘણા બધા અપશબ્દોનો ઉપયોગ કરવામાં આવ્યો હ તો. જો કે સન ૨૦૦૧ને સેન્સર બોર્ડ અનુસાર બધા આપત્તિજનક સીંસ હટાવી દેવામાં આવ્યા હતા. પરંતુ તો પણ કોઇ કારણથી તેને કયારેય પણ સિનેમાધરોમાં દેખાડવામાં આવી ન હતી. જો કે પછી સન ૨૦૦૩માં કેટલાક ફિલ્મ ફેસ્ટીવલ પર તેનું પ્રદર્શન કરવામાં આવ્યું હતું.


૪. ધ પેઇન્ટડ હાઉસ : આ મુવીને સન ૨૦૧૫માં બનાવામાં આવી હતી. તેમાં ઘણા બધા દૃશ્ય હતા જે સેન્સર બોર્ડે તરત જ હટાવવા માટે કહયું હતું. પરંતુ ડાયરેકટરે એવું કરવાની સાફ ના પાડી દીધી હતી. પછી તે ફિલ્મ ભારતમાં પુરી રીતે બેન થઇ ગઇ.