બાહુબલી 2ના ફોટો થયા લિક, જુઓ બાહુબલી 2ની ખાસ તસવીરો

10 Oct, 2015

કટપ્પાએ બાહુબલીને કેમ માર્યો તેની રાજ તો અમે હજી તમારા માટે ઉજાગર નથી કરી શક્યા પણ હા બાહુબલીને લગતી એક ખાસ ખબર અમે તમારા માટે જરૂરથી લઇને આવ્યા છીએ. બાહુબલી 2ની લિંક થયેલી તસવીરો. જેમાં બાહુબલી 2માં કેવા કેવા વિશાળ સેટ ઊભા કરવામાં આવ્યા છે તે બતાવવામાં આવ્યું છે. નોંધનીય છે કે બાહુબલી ફિલ્મે તેની રિલિઝ બાદ બોક્સ ઓફિસ પર પૈસાની ટંકશાળ પાડી દીધી. એટલું જ નહીં આ ફિલ્મે અનેક રેકોર્ડ તોડ્યા. તેલુગુ ફિલ્મ ઇન્ડ્રસ્ટ્રીની આ સૌથી વધુ કમાણી કરનાર ફિલ્મ છે. એટલું જ નહીં આ ફિલ્મ 500 કરોડની ક્લબમાં પણ એન્ટ્રી લઇ ચૂકી છે. ADVERTISEMENT ત્યારે બાહુબલી 2ની આ લિંક તસવીરો જોઇને તો એવું જ લાગે છે કે ફરી એકવાર આ ફિલ્મ રિલિઝ બાદ નવા રેકોર્ડ સ્થાપશે. ત્યારે બાહુબલી ફિલ્મના ભવ્ય સેટ, શિવાની વિશાળ હાથી સાથેની ફાઇટ અને અદ્રભૂત ગ્રાફિક ઇફેક્ટ જોવા તૈયાર થઇ જાવ અને જુઓ નીચેનો આ ફોટોસ્લાઇડર...