અટલજીની અંતિમ યાત્રામાં પીએમ સહિત બધા કેમ પગે ચાલીને જઇ રહયા હતા, કયાંક આ કારણ તો નથી ને ?

18 Aug, 2018

 અટલ બિહારી વાજપેયીની અંતિમ યાત્રામાં જનસેલાબ ઉમટયું અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી સહિત બીજેપીના બધા પ્રમુખ નેતા તેની અંતિમ યાત્રામાં પગે ચાલીને જઇ રહયા હતા. આ પર વરીષ્ઠ પત્રકાર અને લખનઉમાં અટલ બિહારીની સાથે લાંબા સમય સુધી રહેવાવાળા અખિલેશ વાજપેયીએ અટલજી સાથે જોડાયેલી એક જુની વાત જણાવી હતી. તેમણે જણાવ્યું કે આજે પ્રધાનમંત્રી મોદી, તેની આખી કેબીનેટ અને બીજેપી અધ્યક્ષ અમિત શાહને પગે ચાલતા જોઇને તેની આંખ નમ થઇ ગઇ, કેમ કે અટલજી પોતે પણ આવું જ કરતા હતા, તેમણે કહયું કે અટલજી જેવા વ્યકિતત્વ માટે આ સાચી શ્રદ્ધાંજલી છે.

અખિલેશ વાજપેયીએ જણાવ્યું કે લખનૌ કૈંટથી ભાજપના વિધાયક રહેલા સતિશ ભાટીયાની અંતિમ યાત્રામાં સામેલ થવા માટે અટલ બિહારી વાજપેયી પણ આવ્યા હતા. તેમણે જણાવ્યું, અટલજી સ્મશાનયાત્રાની સાથે સ્મશાન ઘાટ સુધી પગે ચાલીને ગયા હતા. આ દરમ્યાન લોકોએ ઘણો અનુરોધ કર્યો કે તે ગાડીથી આવે, તે પર અટલજીએ કહયું કે, સ્મશાનયાત્રામાં કોઇ ગાડીની આવતું. તેની સાથે તે ઘાટ પર બધા કર્મકાંડ પુરા થયા ત્યાં સુધી બેઠા રહયા. આવા હતા આપણા અટલજી.

તેમણે જણાવ્યું ૨૦૦૪માં જયારે લખનઉમાં સાડી કાંડ થયો, તે સમયે અટલજી દક્ષિણ ભારતમાં કયાંક પ્રચાર કરી રહયા હતા બપોરે લગભગ ૩ વાગ્યે દુર્ઘટના ઘટી અને રાત્રે આઠ વાગ્યે અટલજી લખનઉમાં હતા આવો હતો લખનઉની સાથે સાથે. બીજેપી નેતા લાલજી ટંડનના જન્મદિવસ પર ચંદ્રશેખર આઝાદ પાર્કમાં સાડી વિતરણ સમારોહ દરમ્યાન દુર્ઘટનામાં રર મહિલાઓની મૃત્યુ થઇ ગઇ હતી.

વાજપેયીએ જણાવ્યું, અટલજી હોસ્પિટલ ગયા. એક એક ઇજાગ્રસ્તોને મળ્યા. બધા મૃતકોના ઘરે ગયા. ત્યાર પછી તેમણે કાર્યક્રમને લઇને નારાજગી વ્યકત કરી અને કહયું કે ગરીબીનો સમારોહપૂર્વક પ્રદર્શન ન થવું જોઇએ. દાન એવી દેવુ જોઇએ કે એક હાથથી આપો, બીજા હાથને ખબર ન પડે.