પૂર્વ વડાપ્રધાન વાજપેયીનું 93 વર્ષની વયે અવસાન, 66 દિવસથી હોસ્પિટલમાં હતા

16 Aug, 2018

ભારતના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીનું નિધન થઈ ગયું છે. છેલ્લા 24 કલાકથી તેમની હાલત વધુ ગંભીર હતી. સારવાર અર્થે તેમને AIIMSમા દાખલ કરવામાં આવ્યા હતા. ગઈકાલે તેમની હાલત વધુ ગંભીર થવાના કારણે તેમણે લાઈફ સપોર્ટિંગ સિસ્ટમ પર રાખવામાં આવ્યા હતા.

11 જૂનથી અટલ બિહારી વાજપેયી હોસ્પિટલમાં દાખલ હતા. યુરિન અને કિડનીમાં ઇન્ફેકશનના કારણે તેમની હાલત વધુ લથડી હતી. દેશભરમાંથી તેમની તબિયત માટે પ્રાર્થના થઈ રહી હતી. PM નરેન્દ્ર મોદી, ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને રાજનાથ સિંહ સહિત અનેક ભાજપના નેતાએ AIIMSમાં તેમની મુલાકાત લીધી હતી.