અંકિતા લોખંડે કરાવ્યુ હોટ ફોટોશૂટ - જુવો ફોટોઝ

21 Aug, 2018

ટીવી એક્ટ્રેસ અંકિતા લોખંડે આજકાલ તેના બોલિવુડ ડેબ્યુને લઈને ચર્ચામાં છે. બહુ જલ્દી અંકિતા લોખંડે મોટા પડદા પર નજર આવવાની છે. ડેબ્યુ પહેલા અંકિતા લોખંડે તાજેતરમાં એક ફોટોશૂટ પણ કરાવ્યું છે. જેમાં અંકિતા વધારે હોટ લાગી રહી છે. અંકિતા લોખંડેનું આ ફોટોશૂટ સોશિયલ મીડિયા પર તેજીથી વાયરલ થઇ રહ્યું છે.

ટીવી સીરીયલ ‘પવિત્ર રિશ્તા’ થી નાના પડદા પર પોતાની અલગ ઓળખાણ બનાવનાર અંકિતા લોખંડે બહુ જલ્દી મોટા પડદા પર નજર આવશે. અંકિતા લોખંડે ‘મણિકર્ણિકા: ધ ક્વીન ઓફ ઝાંસી’ માં એક્ટિંગ કરતા નજર આવશે. આ ફિલ્મમાં કંગના રનૌત ઝાંસીની રાણી લક્ષ્મીબાઈ અને અંકિતા લોખંડે ઝલકારીબાઈનો રોલ પ્લે કરશે.