યુવતીએ ખાટલા સાથે બાંધીને બનાવ્યા જાતીય સંબંધ અને પછી પ્રેમીને સળગાવી નાખ્યો

31 Jul, 2018

 આંધ્રપ્રદેશના વિજયવાડામાં એક યુવતીએ પોતાના પ્રેમીને કથિત રીતે સળગાવી નાખ્યો છે. મહિલાએ સેકસ દરમ્યાન યુવકને ખાટલા સાથે બાંધ્યો અને પછી તેને જીવતો સળગાવી નાખ્યો.  મામલો વિજયવાડાના કોંકણકણમિતલા મંડળના છોટાપલ્લી ગામનો છે. મહિલા અને યુવકની વચ્ચે પૈસાની લેતીદેતીને લઇને વિવાદ ચાલી રહયો હતો. ઓરપી મહિલાએ પોલીસની તપાસ શરૂ થતા જ સરેન્ડર કરી દીધું છે. મહિલા વિરુદ્ધ આઇપીસીની વિભિન્ન ધારાઓ હેઠળ મામલો દર્જ કરવામાં આવ્યો છે.

આ ઘટના આંધ્ર પ્રદેશના પ્રકાશમ જિલ્લાના છોટાપલ્લી ગામની છે. પોલીસ અનુસાર મૃતક 32 વર્ષના શેખ શબ્બીર પોડિલીનો રહેવાસી હતો. તે મર્રીપુડી પોલીસ સ્ટેશનમાં હોમગાર્ડ હતો. જ્યારે આરોપી શકીરા (28) પોડિલી ગામની રહેવાસી હતી. શબ્બીર હોમગાર્ડની સાથે શકીરા સાથે મળીને છોટાપાલેમમાં એક પોલ્ટ્રી ફાર્મ પણ ચલાવતો હતો. શબ્બીર અને શકીરા વચ્ચે આઠ મહિનાથી રૂપિયાની લેન-દેનનો વિવાદ ચાલી રહ્યો હતો.શકીરાએ શબ્બીરને મારવા માટે પહેલાથી જ પ્લાનિંગ કરી લીધુ હતું. શનિવારની રાત્રે તેને શબ્બીરને મળવા બોલાવી હતી.

શકીરાએ પોલીસને જણાવ્યુ કે શબ્બીરના આવ્યા બાદ ત્યા પડેલા ખાટલા પર બન્નેએ સેક્સ કર્યુ હતું. આ દરમિયાન શકીરાએ તેને સ્ટીલની ચેનથી બાંધી દીધો હતો અને પેટ્રોલ નાખીને આગ લગાવી હતી. સવારે ફાર્મ પર પહોચેલા કર્મચારીઓને શબ્બીરની બળેલી લાશ મળતા પોલીસને જાણ કરી હતી.