પ્રાચીન ભારતની આશ્ર્યર્યજનક સેકસ માન્યતાઓ, જાણીને તમારો મગજ ચકરાવે ચડી જશે

13 Jul, 2018

પ્રાચીન ભારતની આશ્ર્ચર્યજનક સેકસ માન્યતાઓ રહી છે. સેકસ પર લખેલી સૌથી પ્રખ્યાત પુસ્તક ભારતની જ છે. આ માટે તેને કામસુત્રની ધરતીના નામથી જાણવામાં આવે છે. જો કે આજે પણ આપણા સમાજમાં સેકસ શબ્દને એક ટૈબુ જ માનવામાં આવે છે. પરંતુ જો તમે ભારતનો ઇતિહાસ જોશો તો તમને હેરાની થશે કે આપણા પૂવર્જ આપણાથી વધારે આઝાદ વિચારોવાળા હતા. સદીઓ પહેલા ભારતમાં સેકસ ટૈબુ ન હતો, પરંતુ જિંદગીને ઉત્સવ મનાવવાનો, જિંદગીને આનંદની સાથે જીવવાનો ઉપાય હતો.

આશ્ર્ચર્યજનક સેકસ માન્યતાઓ...

ખજુરાહોના મંદિર અને કામુક પ્રતિમાઓ આ વાતનું સબુત છે કે આ જમાનામાં સેકસને લઇને એટલો સંકોચ ન હતો જેટલો આજે છે. કદાચ આ સંકોચને કારણે આજકાલ સેકસથી જોડાયેલા અપરાધ વધી રહયા છે. કેમ કે જે વસ્તુને જેટલો દબાવી કે છુપાવામાં આવે છે તેને જાણવા, આજમાવાની ઇચ્છા એટલી જ તીવ્ર થાય છે. આ મામલામાં આપણા પૂર્વજો આપણાથી ઘણા આગળ હતા, વિશ્ર્વાસ ન હોય તો પ્રાચીન ભારતમાં સેકસથી જોડાયેલી આ રસપ્રદ વાતો જાણો.

૧. પ્રાચીન ભારતમાં ઘાટ કંચુકિ નામની સેકસ ગેમ

તમને જાણીને કદાચ હેરાની થશે, પરંતુ જુના જમાનામાં લોકો સેકસ ગેમ રમતા હતા અને તેનું નામ હતું ઘાટ કંચુકિ. આ રમતમાં અલગ અલગ જાતિના પરિણીત અને કુંવારા મહિલા-પુરૂષ એક જગ્યાએ ભેગા થઇ જતા, પછી મહિલાઓ પોતાના કપડા ઉતારીને એક મટકામાં રાખી દેતી હતી. ત્યારપછી દરેક પુરૂષ તે મટકામાં એક કપડું ઉપાડતો. જે મહિલાનું તે કપડુ હોય તેની સાથે તે પુરૂષ સંબંધ બનાવી શકતો હતો. આ રમતમાં પુરૂષ અને મહિલાઓની સંખ્યા બરાબર રહેતી હતી. કારણ કે બધાને એક-બીજા સાથે સંબંધ બનાવવાનો મોકો મળે.

 

 

ર. પતિ-પત્ની બ્રને એક-બીજાના યૌન સુખ દેવા માટે પ્રતિબદ્ધ હતા.

સેકસ દરેક કપલના જીવનનો અગત્ય ભાગ હોય છે. જુના જમાનામાં લોકો કામસુત્રનું સખ્ત પાલન કરતા હતા અને દંપત્તિ વિના કોઇ સંકોચના એક-બીજાને યૌન સંતુષ્ટિ આપતા હતા.

૩. નગ્નતાને ખરાબ માનવામાં આવતું ન હતું

ભારતનું તાપમાન ઘણું ગરમ છે. આ માટે ગરમીના કારણે તે પ્રાચીન કાળમાં લોકો કપડા પહેરતા ન હતા. પુરૂષ જયાં કપડા વિના ફરતા હતા, ત્યાં મહિલાઓ ઢીલી સિલ્કની સાડીને એમ જ બાંધી લેતી હતી. જો તેમાં તેનું શરીર વધારે દેખાતુ પણ હતુ તો તેને ખરાબ માનવામાં આવતું ન હતું.

૪. કામસુત્રને પવિત્ર માનવામાં આવતું હતું

કામસુત્ર માત્ર કામ ક્રિયાઓનુ પુસ્તક નથી, પરંતુ તેનાથી ઘણું આગળ છે. આ લોકોને ખુશ અને સંતુષ્ટ રીતે જીવન શીખડાવે છે. એમાં યૌન સંબંધોને આધ્યાત્મિક અનુભવ અને ધ્યાનથી જોડાવામાં આવ્યું છે ન કે વાસનાથી. આજની પેઢીને આ વાત જરૂર શીખવી જોઇએ.

પ. સેકસની દિવ્ય ઉર્જાનો સ્ત્રોત માનવામાં આવે છે.

સંબંધ બનાવવા દરમ્યાન પતિ-પત્ની એકબીજાને આધ્યાત્મિક રૂપથી જોડાયેલા છે. તેમાં ઉંડાણથી ભાવનાત્મક જોડાણ હોય છે.

 

 

૬. અધિકાંશ રાજા બહુ વિવાહ કરતા હતા

જુના જમાનામાં રાજા-મહારાજા ઘણા લગ્ન કરતા હતા અને સંબંધ બનાવતા હતા. તેને પોતાની જિંદગી જીવવાની આઝાદી હતી. જો કે અધિકાંશ ભારતીય એક જ લગ્નમાં વિશ્ર્વાસ કરે છે, પરંતુ પ્રાચીનકાળમાં બહુ વિવાહનું પ્રચલન હતું.

૭. સારા પરર્ફોમન્સ માટે સ્વાદિષ્ટ ભોજન

કામસુત્રમાં ખાસ કરીને એ વાત પર ઉલ્લેખ છે પેટ પુરી રીતે ભરેલો હોય તો જ યૌન ક્રિયાનો પુરો આનંદ ઉઠાવી શકાય છે. ત્યાં સુધી કે કામસુત્રમાં એક પુરો અધ્યાય માત્ર ભોજનથી જ જોડેલો છે. જેમાં કહેવામાં આવ્યું છે કે સારું અને સ્વાદિષ્ટ ભોજન સારી કામક્રિયામાં જરૂરી છે.