Positive News

સોમનાથમાં અમિતાભ બચ્ચનના વૉઇસમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો, CM રૂપાણી આજે કરાવશે પ્રારંભ

સોમનાથ– અરબી સમૃદ્રતટે સ્થિત ભારતવર્ષના આસ્થા કેન્દ્ર સોમનાથ મંદિરના ભવ્ય ઐતિહાસિક સાંસ્કૃતિક વિરાસતને ઉજાગર કરતાં લાઇટ એન્ડ સાઉન્ડ શોનો મુખ્યપ્રધાન વિજય રૂપાણી તા. ૨૧ એપ્રિલને શુક્રવારે સાંજે પ્રારંભ કરાવશે. વધુને વધુ ભવ્યતા ધારણ કરતાં સોમનાથ મંદિરે વર્ષ ૨૦૧૬-૧૭ માં ૫૦ લાખથી વધુ ભાવિકજનોએ દર્શન-પૂજનનો લાભ લઇ ધન્યતા અનુભવી હતી. સોમનાથ મંદિરની ભવ્યતાને નીખારતા “ખુશ્બૂ ગુજરાત કી” કેમ્પેઇન અંતર્ગત બ્રાન્ડ એમ્બેસેડર આ સદીના મહાનાયક અમિતાભ બચ્ચનના વૉઇસમાં નવીન લાઇટ એન્ડ શો તૈયાર કરવામાં આવ્યો છે.

પ્રવાસીઓમાં અનોખું આકર્ષણ રહે તેમજ મંદિરનો ઇતિહાસ અને ઐતિહાસિક સંસ્કૃતિથી માહિતગાર થાય તે હેતુથી રાજ્ય સરકારે નવિન અત્યાધુનિક લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરાવેલ છે. આ અગાઉ વર્ષ ૨૦૦૬માં ઓમ પુરીનાં અવાજમાં લાઇટ એન્ડ સાઉન્ડ શો કાર્યરત હતો. જે ૧૩ વર્ષ બાદ ૨૦૧૬માં બંધ થતા “ખુશ્બુ ગુજરાત કી” કેમ્પેઇન અંતર્ગત આ લાઇટ એન્ડ સાઉન્ડ શો તૈયાર કરવામાં આવેલ છે.

અંગ્રેજી અને હિન્દી એમ બે ભાષામાં સ્પેશિયલ ઇફેક્ટ સાથે તૈયાર થયેલ આ શો માં ૩-ડી પ્રોજેક્સન અને મેપીંગ લાઇટિંગ ડિઝાઇનીંગ અને પ્રોગ્રામિંગ અત્યાધુનિક કંટ્રોલરૂમ, આધુનિક કેબલ ટ્રે, ટ્રેન્ચની કામગીરી, ૨૦૦ લેઝર લાઇટ અને કંટ્રોલ પેનલ સહિત શો નો સમય ૩૫ મિનિટસ રાખવામાં આવેલ છે. મુખ્યપ્રધાન વિજય રૂપાણી સાથે પ્રધાનમંડળનાં સભ્યો અધિકારીઓ – પદાધિકારીઓ સોમનાથ ટ્રસ્ટનાં ટ્રસ્ટીઓ અને પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડનાં અધિકારીઓ ખાસ ઉપસ્થિત રહેશે.

Source By : Chitralekha

Releated Post