અમિતાભ બચ્ચનને મુંબઇની લીલાવતી હોસ્પિટલમાં દાખલ કરાયા

09 Feb, 2018

 બોલિવુડ સુપર સ્ટાર અને સદીના મહાનાયક અમિતાભ બચ્ચનની તબિયત અચાનક જ બગડતાં તેમને તાત્કાલિક મુંબઈની પ્રસિદ્ધ લીલાવતી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. તેમની બિમારીનું કારણ હજુ જાહેર કરવામાં આવ્યું નથી, પરંતુ શ્વેતા બચ્ચન સહિત પરિવારના દરેક સભ્યો હાલ હોસ્પિટલમાં હાજર છે.

- બિનસત્તાવાર જાણકારી મુજબ, લીલાવતી હોસ્પિટલ લાવવામાં આવ્યા ત્યારે જ અમિતાભની સ્થિતિ ઘણી જ ખરાબ હતી.

- એ જોતાં તેઓ લાંબા સમયથી બિમાર હોય તેવું જણાતું હતું. અલબત્ત, હોસ્પિટલ તરફથી કે બચ્ચન પરિવાર તરફથી કોઈ સત્તાવાર માહિતી હજુ સુધી જાહેર કરવામાં આવી નથી.

- સૂત્રોના જણાવ્યા અનુસાર, અમિતાભ બચ્ચનેએન્ડોસ્કોપીની સારવાર કરાવ્યા બાદ આવતીકાલે સવારે ડિસ્ચાર્જ કરવામાં આવશે.

 

- બીગ બીની સારવાર હાલ લીલાવતી હોસ્પિટલના ડો. જયંત બાર્વે કરી રહ્યા છે.