અમિતાભ આ ઉંમરે પણ જબરદસ્ત સેક્સી છે : બિપાશા

09 Jan, 2015

પોતાની આગામી હૉરર ફિલ્મ ‘અલોન’ને પ્રમોટ કરવા ગઈ કાલે ઇન્દોર ગયેલી બિપાશા બાસુએ કહ્યું હતું કે ‘૭૨ વર્ષના અમિતાભ બચ્ચન આજે પણ જબરદસ્ત સેક્સી અને હૉટ છે. નવી જનરેશનના ઍક્ટરોમાં તેમના વ્યક્તિત્વની દસેક ટકા ખાસિયતો હોય તોય મોટી વાત કહેવાય.’

૩૬ વર્ષની બિપાશાએ આ ઉપરાંત પોતાના ગમતા રોલની વાત કરી હતી. તેણે કહ્યું હતું કે તે હવે એક ઍક્શન ફિલ્મમાં મુખ્ય ભૂમિકા ભજવવા માગે છે. તેણે કહ્યું હતું કે ઍક્શન ફિલ્મોમાં હિરોઇનોને મુખ્ય રોલ મળવા જોઈએ.

તે હમણાં-હમણાં ઘણીબધી હૉરર ફિલ્મોમાં શા માટે કામ કરી રહી છે એવા સવાલના જવાબમાં તેણે કહ્યું હતું કે ‘લોકો મને સ્ટ્રૉન્ગ રોલમાં જોવા ઇચ્છે છે... ભલે પછી એ ફિલ્મ આર્ટિસ્ટિક હોય કે કૉમેડી. હું ફક્ત મારા ઑડિયન્સનું જ વિચારું છું, જે લોકો મને પ્રેમ કરે છે તેમના મનોરંજનનું જ વિચારું છું. હું એવા રોલ કરવા માગું છું જે મને સૂટ કરે. આજે કોઈ મને કૉલેજ-ગર્લનો રોલ ઑફર કરે તો હું ન જ કરું.’