અમિતાભ બચ્ચનની તબિયત અચાનક બગડી, બોલીવુડ ચિંતાગ્રસ્ત

13 Mar, 2018

 અમિતાભ બચ્ચનને લઇને એક મોટી ખબર આવી રહી છે. આ ખબરને બોલીવુડમાં ચિંતાગ્રસ્ત બનાવી દીધા છે.

જોધપુરમાં શુટીંગ કરી રહેલા અમિતાભ બચ્ચનની તબિયત અચાનક ખરાબ થઇ ગઇ છે. તે જોધપુરમાં ઠગ્સ ઓફ હિંદુસ્તાનનું શુટીંગ કરી રહયા છે. અમિતાભની તબિયત ખરાબ હોવાના જાણકારી એને પોતે જ બ્લોગ પર દીધી છે.

આ પહેલા બોલીવુડના શહેનશાહ અમિતાભ બચ્ચન એકવાર પછી પોતાની બીમારીથી લડતા નજર આવ્યા અને ઇમરજન્સી લીલાવતી અસ્પતાલમાં દાખલ થવુ પડયું હતું. ખબર છે કે જયાદા તકલીફ હોવાને કારણે તેણે હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા અને તેના સીનીયર ડોકટરની દેખરેખમાં રાખવામાં આવ્યા હતા.

 

અમિતાભ બચ્ચને બ્લોગમાં લખ્યું, સવારના 5 વાગ્યે, એક નવી સવારની શરૂઆત, કેટલાક લોકો જીવવા માટે કામ કરે છે અને મહેનત કરે છે, આ કઠીન છે. કોઈ મુશ્કેલીઓ વગર કંઈક પ્રાપ્ત નથી થતું. ઘણો સંઘર્ષ, નિરાશા અને દર્દ થશે..ત્યારે આપણા સૌની આકાંક્ષાઓ પૂરી થશે... ક્યારેક થશે ક્યારેક નહીં...જ્યારે તેઓ ન કહે ત્યારે આપણે વધુ સારું આપવાની આવશ્યક્તા છે. 

- તેઓએ લખ્યું, હું કાલે સવારે મારા ડોક્ટર્સની ટીમને મારા શરીરની તપાસ માટે બોલાવીશ અને તેઓ મને ફરીથી સેટ કરી દેશે.. હું આરામ કરીશ અને આગળ શું થયું તે વિશે તમને માહિતગાર કરતો રહીશ.