આમિર ખાને તો સની લીઓનીનેય શરમાવી

17 Feb, 2015

પૂજા ભટ્ટ કહે છે કે તે કયા મોઢે એક પ્રાઇવેટ પ્રોગ્રામમાં થયેલી ગાળાગાળીને વખોડે છે?

થોડા દિવસ પહેલાં એક પ્રાઇવેટ કાર્યક્રમમાં રણવીર સિંહ, અજુર્ન કપૂર અને કરણ જોહરે ખૂબ ગાળાગાળી કરી હતી તથા આલિયા ભટ્ટ અને સોનાક્ષી સિંહાએ પણ એમાં હાજર રહીને ખૂબ હસાહસ કરી હતી. આ પ્રોગ્રામનો વિડિયો યુટયુબ પર મૂકવામાં આવતાં એનો ખૂબ વિવાદ થયો હતો અને એ પ્રોગ્રામના આયોજકોએ એ વિડિયોને હટાવી લીધો હતો. આમિર ખાને પણ રણવીર-અજુર્ન-કરણના ‘અfલીલ’ વર્તનની ટીકા કરી હતી અને આ જ ટીકા ફિલ્મમેકર પૂજા ભટ્ટને નથી ગમી.

તેણે કહ્યું હતું કે ‘આમિર ખાનમાં આવેલા આ અચાનક બદલાવના કારણે મને ઘણો આઘાત લાગ્યો છે. દંભ અને નૈતિકતાનો અંચળો ઓઢીને ફરતા તેમ જ આમિર ખાન જેવા લોકો વધુ ખતરનાક છે. તેનામાં આવેલા આ બદલાવથી હું ખૂબ જ ડરી ગઈ છું. આમિર તેની ફિલ્મ ‘દેહલી બેલી’ના ગીતમાં વપરાયેલા ડબલ મીનિંગ શબ્દોને સંપૂર્ણપણે ભૂલી ગયો છે. તેની હાલમાં જ રિલીઝ થયેલી ફિલ્મ ‘pk’નું પોસ્ટર તો સની લીઓનીને પણ શરમમાં મૂકી દે એવું છે!’

Loading...

Loading...