રિલાયન્સની મીટીંગમાં પહોંચી વહુ શ્લોકા, શું સંભાળશે બિઝનેશ ?

06 Jul, 2018

 મુંબઇમાં આજે રીલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની ૪૧મી એનુયલ જનરલ મીટીંગ થઇ. આ દરમ્યાન ચેરમેન મુકેશ અંબાણી સિવાય તેનો પરિવાર હાજર તો હતો પણ સાથે જ તેની થનારી વહુ શ્ર્લોકા પણ હાજર હતી. તે કોલિકાબેન અને આકાશની સાથે બેઠેલી નજર આી.

 

 

શ્ર્લોકા મહેતાના કેટલાક દિવસ પહેલા જ મુકેશ અંબાણીએ મોટા દીકરા આકાશ અંબાણીની સાથે સગાઇ થઇ છે. શ્ર્લોકાના વિશે કહેવામાં આવે છે કે તે અંબાણી પરિવારની સાથે જોડાયા પછી દેશની સૌથી અમીર વહુ બની જશે.
 
 
 

અંજાદ લગાડવામાં આવી રહયો છે કે શ્ર્લોકા લગ્ન પછી અંબાણી પરિવારનો બિઝનેશ સંભાળશે. જો કે આ વિશે હજુ કોઇ પુષ્ટિ થઇ નથી.

શ્ર્લોકા હીરા કારોબારી રસેલ મહેતાની સૌથી નાની દીકરી છે. તે જુલાઇ ૨૦૧૪થી રોજી બ્લુ ફાઉન્ડેશનની ડાયરેકટર છે. સાથે જ તે કનેકટફોરની કો ફાઉન્ડર પણ છે. આ સંસ્થા એનજીઓના વાલંટિયર્સની સાથે જોડાવાનું કામ કરે છે.

 

 

આકાશ અને શ્ર્લોકાની વાત કરવામાં આવે તો ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલથી બંનેએ સાથે પોતાનો અભ્યાસ પુરો કર્યો છે.

શ્ર્લોકા ધીરૂભાઇ અંબાણી ઇન્ટરનેશનલ અભ્યાસ પછી ૨૦૦૯માં ન્યુજર્સીના પ્રિંસટન યુનિવર્સિટીમાં આગળનો અભ્યાસ કરવા ચાલી ગઇ હતી. ત્યાર પછી તેમણે ધ લંડન સ્કુલ ઓફ ઇકનોમિકસ એન્ડ પોલિટિકલ સાયન્સથી લોમાં માસ્ટર કર્યું.