કોઇ સુપરસ્ટારને નહીં, સૌથી પહેલા આમને મળ્યું આકાશ અંબાણીનું લગ્નનું કાર્ડ

17 Aug, 2018

 મુકેશ અંબાણીના દીકરા આકાશની સગાઇ ૩૦ જુનના શ્ર્લોક મહેતાથી થઇ. સગાઇમાં બોલીવુડ કલાકારોથી લઇને દેશની મોટી હસ્તીઓએ હાજરી આપી હતી. હવે લગ્નની લઇને તૈયારીઓ ચાલી રહી છે અને ખબર છે કે હવે કાર્ડ પણ આપવામાં આવી રહયા છે. આગલા ડિસેમ્બરમાં આકાશ અને શ્ર્લોકના લગ્ન થઇ શકે છે. તેને લઇને અત્યારથી કાર્ડ વહેંચવાનું શરૂ કરી દીધું છે.

આકાશ અંબાણીના લગ્નનું અતિ કિંમતી પહેલું કાર્ડ કોઇ સ્ટારને નહીં, પરંતુ બાપ્પાને આપવામાં આવ્યું છે.

અંબાણી પરિવારની ગણતરી દુનિયાના પ્રખ્યાત ઉદ્યોગપતિઓમાં થાય છે. ખાસ વાત એ છે કે તેમણે પોતાના રિવાજ અને મુલ્યોને કોઇ સમજોતા નથી કર્યા. આપણે બધા જાણીએ છીએ કે સૌથી પહેલા ગૌરીપુત્ર ગણેશની પુજા થાય છે, આ પ્રકારે પહેલું કાર્ડ ગણેશને જ દઇને આ પંરપરાને શરૂ કરવામાં આવી છે. આ કાર્ડની કિંમત પણ એકદમ ચોંકાવનારી છે. સુત્રોની માનવામાં આવે તો ગણેશને અર્પિત કરવામાં આવેલું કાર્ડ પુરા પ૦ લાખ રૂપિયાની કિંમતનું છે.

અંબાણી પરિવારએ લગ્નનું પહેલું કાર્ડ સિદ્ધિવિનાયક મંદિર જઇને ભગવાન શ્રી ગણેશજીને અર્પિત કર્યું છે. કેટલાક મહિના પહેલા આકાશ અંબાણીના લગ્નનું કાર્ડ ઇન્ટરનેટ પર વાયરલ થયું હતું. તે પણ ત્યારે જયારે આકાશ અને શ્ર્લોકાની સગાઇ પણ ન થઇ હતી. એવામાં અંબાણી પરિવારે પોતે આ સમાચારનું ખંડન કરવું પડયું હતું. તેમણે સ્પષ્ટ કર્યું કે વાયરલ સમાચાર સાચા નથી.

ખબર છે કે આકાશ અને શ્ર્લોકાના લગ્ન ઉત્તરાખંડના રૂદ્રપ્રયાગ સ્થિત પ્રસિદ્ધિ ત્રિયુગી નારાયણ મંદિરમાં થઇ શકે છે. તેને લઇને રિલાયન્સ કંપનીના અધિકારીઓની એક ટીમ આ મંદિરનો પ્રવાસ કરી ચુકી છે.