શું તમે પણ નવો ફોન ખરીદવાનું વિચારો છો તો એમેઝોન તમને આપે છે સ્માર્ટફોન્સ પર ₹12000 સુધીનું ડિસ્કાઉન્ટ...

17 Jul, 2018

સૌથી મોટી ઈ-કોમર્સ કંપની એમેઝોને 16 જુલાઈના રોજ બપોરે 12 વાગ્યાથી ભારત સહિત દુનિયાભરના 17 દેશોમાં અમેઝોન પ્રાઈમ ડે સેલ શરુ કર્યો છે. આ સેલમાં એમેઝોનના પ્રાઈમ મેમ્બર્સને પ્રોડક્ટ્સ પર અનેક ઓફર્સ ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યા છે. સ્માર્ટફોન્સ પર પણ એમેઝોન અનેક ઓફર્સ આપી રહ્યું છે.આ મહાસેલમાં સેમસંગ ગેલેક્સી નોટ 8 પર 18 ટકા ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે. 67900 રુપિયાની કિંમતના સેમસંગના આ ફ્લેગશિપ સ્માર્ટફોનને તમે પ્રાઈમ સેલમાં માત્ર 55900 રુપિયામાં ખરીદી શકો છો. આ સિવાય સેમસંગ ગેલેક્સી A7 27700ના બદલે 16900 રુપિયામાં ખરીદી શકશો.


સેમસંગ સિવાય ઓપો અને વીવો જેવી કંપનીઓ પણ પોતાના સ્માર્ટફોન્સ પર મોટી ઓફર્સ આપી રહી છે. વીવોનો ફ્લેગશિપ સ્માર્ટફોન વીવો V9 6000 રુપિયા ડિસ્કાઉન્ટ સાથે 20990 રુપિયામાં મળી રહ્યો છે. આની સાથે સ્માર્ટફોન પર 3000 રુપિયા સુધીની એક્સચેન્જ ઓફર મળી રહી છે. Vivo V7 Plus સ્માર્ટફોન પર 5000 રુપિયાના ડિસ્કાઉન્ટ સાથે 19990 રુપિયામાં મળી રહ્યો છે.Oppo A57 સ્માર્ટફોનની કિંમત 14990 રુપિયા છે, પરંતુ સેલમાં 5000 રુપિયા ડિસ્કાઉન્ટ સાથે તે 10990 રુપિયામાં મળી રહ્યો છે. ઓપોના 2 અન્ય સ્માર્ટફોન F5 પર 3000 રુપિયા અને F7 પર 1000 રુપિયાની ઓફર સાથે મળી રહ્યા છે.


અન્ય ઓફર માટે એમેઝોન વેબસાઈટ પર લોગ ઓન કરો