જાણી લો કેવું છે કમલ હાસન નું મૂવી વિશ્વરુપમ 2

10 Aug, 2018

સ્ટાર કાસ્ટ: કમલ હાસન, રાહુલ બોસ, શેખર કપૂર, પૂજા કુમાર, જયદીપ અહલાવત, વહીદા રહેમાન

ડિરેક્ટર:કમલ હાસન

ડ્યૂરેશન 2 કલાક 21 મિનિટ

ફિલ્મનો પ્રકાર:એક્શન, ડ્રામા, થિલર

એક્ટર કમલ હાસનની ફિલ્મો હંમેશા સામાન્ય ફિલ્મો કરતા અલગ હોય છે. તેમની ફિલ્મોની સ્ટોરી સર્જનાત્મકતાની સાથે મહત્વના મુદ્દા સાથે ડીલ કરતી હોય છે. “વિશ્વરુપમ 2” પણ આતંકવાદ જેવા રાક્ષસની આસપાસ ફરે છે, પણ અહીં બાકી ફિલ્મો કરતા અલગ રીતે તેની રચના કરવામાં આવી છે.

પ્રીક્વલ અને સીક્વલના રુપમાં સ્ટોરી પાસ્ટ અને પ્રેઝન્ટમાં આગળ વધે છે અને ભૂતકાળ અને વર્તમાનના દૃશ્ય ખરાબ રીતે કન્ફ્યુઝ કરી દે છે. 2013માં જ્યારે ફિલ્મોનો પહેલો ભાગ આવ્યો હતો ત્યારે જબરજસ્ત વિવાદ થયો હતો. આ વખતે ફિલ્મમાં કોઈ એવો વિવાદસ્પદ ભાગ નથી.