તમારા સફેદ વાળ ઝડપથી નેચરલી કાળા કરવા અપનાવો આ ઉપાય

17 Feb, 2018

 આજકાલની ફાસ્ટ લાઈફમાં વાળની યોગ્ય સારસંભાળ ન થવાને કારણે અને પ્રદૂષણને કારણે માથાના વાળ અને પુરૂષોના દાઢી-મૂંછના વાળ પણ નાની ઉંમરમાં જ સફેદ થઈ રહ્યા છે. સાથે જ વાળ સંબંધી સમસ્યાઓથી દર 10માંથી 9 લોકો તો પરેશાન છે જ. જેમાં વાળ સફેદ થઈ જવાની સમસ્યા સતત વધતી જઈ રહી છે.

એક્સપર્ટ મુજબ આપણા વાળને મેલાનિન પિગમેન્ટ કાળા રાખે છે. આ પિગમેન્ટ વાળના મૂળના સેલ્સમાં હોય છે. જ્યારે મેલાનિન બનવાનું બંધ થઈ જાય છે અથવા તો ઘટી જાય છે ત્યારે વાળ સફેદ થવા લાગે છે. આ સિવાય સ્ટ્રેસ અને ખાનપાનમાં બેદરકારીથી પણ વાળ સફેદ થવા લાગે છે. જેથી આજે અમે તમને એવો ઉપાય જણાવીશું. જે સપ્તાહમાં 2વાર કરવાથી જ તમારા વાળ નેચરલી કાળા થવા લાગશે.
ઉપાય-1 
થોડી ફટકડીમાં ગુલાબજળ મિક્ષ કરીને વાળમાં લગાવવાથી વાળ કાળા થવા લાગે છે. તમે 2 રૂપિયાની ફટકડી લાવીને તેનો લાભ લઈ શકો છો. તેના માટે અડધી ચમચી ફટકડીનો પાઉડર લઈ તેમાં રોઝ વોટર મિક્ષ કરી પેસ્ટ બનાવો. હવે તેને તમારી સ્કેલ્પમાં લગાવો. જો દાઢી-મૂંછ સફેદ થઈ રહ્યાં હોય તો ત્યાં પણ લગાવી શકો છો. પછી 30 મિનિટ પછી ધોઈ લો. આ ઉપાય સપ્તાહમાં 2 વાર કરવો. 
ઉપાય-2
ફુદીનાનો પ્રયોગ કરીને પણ સફેદ વાળ કાળા થઈ શકે છે. રોજ સવારે ફુદીનાની ચા પીવાનું શરૂ કરી દો. 6 સપ્તાહમાં જ તમને અસર દેખાવા લાગશે. 
આ ઉપાયોથી તમે વાળ સફેદ થતાં બચાવી શકો છો અને જો વાળ સફેદ થઈ ગયા હોય તો નેચરલી કાળા પણ કરી શકો છો.