36x26x36નું ફિગર ધરાવવા માટે શું કરવું જોઈએ?

23 Dec, 2014

 વિશ્વની  કઈ મહિલા એવી ઈચ્છા નહીં ધરાવતી હોય કે તનું ફીગર ૩૬-૨૪-૩૬ નું માપ ધરાવતું હોય. પણ આવું આદર્શ ફિગર ધરાવવા માટે શું કરવું જોઈએ એની ઘણીખરી સ્ત્રીઓને ગતાગમ નથી હોતી. કેટલીક સ્ત્રીઓ સમજ્યા વગર ડાયેટિંગ કરીને શરીરનો મેદ ઉતારવા માગે છે તો કેટલીક યુવતીઓ આડેધડ વ્યાયામ કરીને તનના  સ્નાયુઓને યોગ્ય ઘાટ  આપવાની મથામણ કરે છે.

જો કે આમાંથી ૯૯ ટકા સ્ત્રીઓ પરિણામના ચિહ્ન ન જણાતા પોતાના પ્રયોગોનું અકાળે મરણ લાવી દે છે. નિષ્ણાતોનું કહેવું છે કે વ્યાયામ કરતી સ્ત્રીઓ મોટેભાગે દસ પ્રકારની ભૂલો કરે છે જેને લીધે તેમનું શરીર કદીય ઘાટીલું બની શકતું નથી. તજજ્ઞાોએ આ ભૂલો પ્રશ્નોતત્રીના રૃપમાં લખી છે. નીચે આપેલા પ્રશ્નોના ઉત્તર 'હા' માં આવતા હોય તો તેની સાથે કૌંસમાં સૂચવેલ સમસ્યાના  ખાનાનો ઉકેલ જોઈ લેવો.

૧.  વ્યાયામ કરતી વખતે શું તમને ઘૂંટણમાં,  એડીમાં કોે કોઈ હાડકાનાં સાંધામાં દુઃખાવો વર્તાય છે? (વધુ પડતો વ્યાયામ અને ખોેટી મુદ્રાસિૃથત)

૨. શું તમે રોજેરોજ ૧૦૦૦ કરતા વધુ ઉઠકબેઠક કરો છો છતાંય તમારા નિતંબને યોગ્ય ઘાટ મળ્યો નથી? (એક ઝાટકે શરીર ઉતારવાનું ગાંડપણ)

૩. વજન  ઉપાડવાની આકરી કસરતો કર્યા પછીય શું તમારા સ્નાયુ ઘાટીલાં બન્યા નથી?  (શ્વાસોચ્છવાસ વધારવાની ઘેલછાં)

૪. વ્યાયામ કર્યા બાદ તેનો થાક લાગલગાટ ત્રણ દિવસ સુધી વર્તાય છે? ઔ(વધુ પડતો વ્યાયામ)

૫.શું વ્યાયામ કરવાથી જરાય થાક નથી લાગતો? (સૃથગિતતા)

૬.  શું તમે એક જ પ્રકારની  કસરત કરો છો? (એક જ પ્રકારનો વ્યાયામ)

૭. વ્યાયામ  કર્યા બાદ આૃથવા પહેલાં તમે પેટ ભરીને ખાવ છો? (ખાવાનું  ગાંડપણ)

૮.  શું તમે વારેતહેવારે  વ્યાયામ કરવાના સમયે ઓફિસમાં મોડે સુધી કામ કરો છો આૃથવા બીજી પ્રવૃત્તિમાં વ્યસ્ત થઈ જાવ છો? ઔ(ખોટો સમય)

૯.  શું તમે વ્યાયામ વર્ગમાં  જઈને મન  વગર  કસરતો કરો છો? (ઈચ્છાહીન વ્યાયામ)

૧૦. શું વ્યાયામ વર્ગમાં રાખેલા ઉપકરણો જોઈને તમને કંપારી છૂટે છે? (ખોટી યોજના અને  શ્વાચ્છોશ્વાસ વધારવાની ઘેલછા)

સમસ્યા અને ઉકેલ વધુ પડતો વ્યાયામ
- તમે અઠવાડિયાના સાતે સાત દિવસ રોજ કલાક કરતા પણ વધુ સમય વ્યાયામ પાછળ ગુજારો છો છતાં પણ શરીર ઘટતું નથી અને સ્નાયુ ઘાટીલા બનતા નથી?  નિષ્ણાતો કહે છે કે સ્ત્રીઓએ રોજ ૪૫  મિનિટ કરતા વધુ સમય સુધી કસરત કરવી જોઈએ નહીં. કારણ કે વધુ વ્યાયામ કરવાથી શરીરની ચરબી  બાળી નાખતી પ્રણાલી ખોરવાઈ જાય છે.

-  વ્યાયામનો સમયગાળો ૨૦ થી ૪૫ મિનિટ વચ્ચેનો કરી નાખો. પરંતુ વ્યાયામનો  પ્રકાર વધુ આકરો કરી નાખો.

ખોટી યોજના
- તમને જિમ્નેશિયમમાં કશી યોજના વિના જાવ એનો કોઈ મતલબ નથી. 'જ્યાં  સુધી સમય મળે છે ત્યાં સુધી બેચાર કસરતો કરી લઈએ' એવા વણલથી આૃર્થ નહીં સરે.

-  વ્યાયામ શિક્ષકને તમારા માટે કાર્યક્રમ ઘડવા દો.  યાદ રહે, આ યોજનામાં  એરોેબિક્સ, સ્ટ્રેચિંગ અને વેઈટ ટ્રેઇનિંગનો યોગ્ય સુમેળ હોવો જોઈએ.

ખોટી મુદ્રાસિૃથતિ
-  હૃદયના ધબકારાં વધારતી ક્રિયાઓ કે વજન  ઊંચકવાના વ્યાયામ દરમિયાન તમારા શરીરની અંગસિૃથતિ ખોટી હશે તો સ્નાયુમાં તાણ વર્તાશે અને તમે જે સ્નાયુનું જૂથ સુદ્રઢ બનાવવાનું  ધાર્યું હશે તે એમનું એમ રહી જશે.

-  વ્યાયામ શિક્ષકને તમારી ક્રિયાઓ બરાબર અવલોકવાનું કહો. બની શકે તો અરીસાની સામે ઊભા રહીને વ્યાયામ કરો. આૃથવા તો તમારી ક્રિયાનું વિડિયો રેકોર્ડિંગ કરાવો. સામાન્ય રીતે દરેક વ્યાયામ  વખતે ઘૂંટણ થોડાં વળેલાં રાખવા જોેઈએ, નિતંબ અંદરની તરફ સંકોચવા જોઈએ. કરોડરજ્જુ  સીધી લીટીમાં  રાખવી જોઈએ અને ખભા પાછળની  તરફ રાખવા જોઈએ. ચિબુક આગળ તરફ ઝૂકાવવી જોઈએ નહીં.

એક ઝાટકે શરીર ઉતારવાનું ગાંડપણ
- ગમે તેટલી આકરી  કસરતો  કરો પણ નિતંબ અને જાંઘની  ચરબી ટૂંક સમયમાં ઓગાળવાનું શક્ય નથી. અને જ્યાં સુધી ચરબી ઓગાળશે નહીં ત્યાં સુધી સ્નાયુઓ સુદ્રઢ બને એ વાતમાં કોઈ માલ નથી.

- અઠવાડિયામાં ઓછામાં ઓછું ત્રણેક વખત ૨૦ થી ૪૫ મિનિટ સુધી એરોબિક વ્યાયામ કરીને  ચરબી ઘટાડવા પર ધ્યાન કેન્દ્રિત કરો. ઉપરાંત સ્નાયુઓ મજબૂત  બને એવી કસરતો અઠવાડિયામાં બે વખત કરો.

સૃથગિતતા
-  કેટલાક લોકો મહિનાઓ શું વર્ષો સુધી સરખો જ શ્રમ પડે તેવો વ્યાયામ કર્યા રાખે છે. શરૃઆતના તબક્કે શરીરના સ્નાયુઓ સુદ્રઢ બનવાની પ્રક્રિયા શરૃ થાય છે. પરંતુ  સમય જતાં સ્નાયુઓ એ સ્તરના વ્યાયામથી આદિ બની જાય છે અને સુદ્રઢ થવાની ક્રિયા સૃથગિત થઈ જાય છે.

- આ સિૃથતિમાંથી છૂટવા માટે કાળક્રમે વ્યાયામમાં પડનારા શ્રમની  માત્રા વધારતી જવી જોેઈએ. શરૃઆત વીસ મિનિટની એરોબિક કસરત વડે  કરવી. પણ પછી આ સમયગાળો ૪૫ મિનિટ સુધી પહોંચાડવો.

ખાવાનું ગાંડપણ
- તમે એમ ધારતા હો કે આજના વ્યાયામનો ક્વોટા પતી ગયો હોવાથી હવે તળેલી  કે બટર-ચીઝવાળી વાનગી ખાવાનો કોઈ વાંધો નથી  તો તમે ભીંત ભૂલો છો.
-  જો તમારે ખરેખર સ્લીમ  બનવું હોય તો આહાર-વિહાર પર કન્ટ્રોલ રાખ્યા વિના ચાલશે  નહીં.  દિવસમાં ત્રણ વખત ખાવ એની ના નહીં પણ જરા સંયમ રાખો. મોડી સાંજે વ્યાયામ કરવાના હો તો એના એક-બે કલાક અગાઉ ફ્રૂટ સલાડ કે એવો કોઈક ભારે આહાર લઈ લો જેથી વ્યાયામ કર્યા બાદ ખાસ ભૂખ ન લાગે.

એક જ પ્રકારનો વ્યાયામ
- કેટલીક મહિલાઓને અમુક પ્રકારના વ્યાયામ માટે ખાસ પક્ષપાત હોય છે. તેઓ સમય ઓછો હોય એ દિવસે પણ એ ખાસ વ્યાયામ કર્યા સિવાય રહેતા નથી. પરિણામે આ વ્યાયામની અસર પામનારા સ્નાયુએને તેની આદત પડી જાય છે અને પછી તેમાં કશો સુધારો  નોંધાતો નથી.


- તમારા નબળા સ્નાયુને દર મહિને અલગ અલગ પ્રકારના પડકારનો સામનો કરવો પડે તો એનાથી રૃડું બીજું કશું નહીં. મતલબ સાફ છે.  વ્યાયામમાં નવીનતાનો  અંશ ઉમેરવામાં આવે એ જરૃરી છે. વીક એન્ડમાં રૃટિન વ્યાયામ  કરતા સાઈક્લિંગ કે હાઈકિંગ પર નીકળી પડે.

હૃદયના ધબકારા વધી જાય એવી કસરત કરવાની ઘેલછા
-  એવા લોકો પણ આ જગતમાં વસે છે જેઓની ડિક્શનરીમાં વ્યાયામનો  આૃર્થ  હૃદયના ધબકારામાં વધારો થાય છે. તેઓ દોરડાં કૂદવાં,  દાદરા ચઢવા, તરવું વગેરે ક્રિયાઓ  સિવાય બીજા વ્યાયામ કરતા જ નથી. આ પ્રકારના વ્યાયામથી પસીનો નીકળે છે. અને માનસિક સંતોષ મળે છે. પણ શરીરના દરેક સ્નાયુ સુદ્રઢ બનતા નથી.

-  ઉપરના વ્યાયામ ચાલુ રાખો પણ અઠવાડિયામાં બે વખત વજન ઉપાડવાની કસરત કરો.

ઈચ્છાહીન વ્યાયામ
-  મન વગર માળવે ન જવાય. એ જ રીતે મન હોય છતાં  યંત્રની જેમ વ્યાયામ કર્યા રાખીએ તો કદી  ફિગર સુધરે નહીં. વ્યાયામશાળામાં જઈને સહેલીઓ સાથે મતલબ વગરની પંચાત કરવા કરતાં તો  ઘરે બેસીને માળા કરવી સારી.

- ખૂબ થાકી ગયા હો એ દિવસે  જિમ્નેશિયમમાં  જવાનું ટાળો. તમે જેવું ફિગર મેળવવા માગો છો એવા આદર્શ ફિગરને સતત નજર સામે રાખો.

ખોટો સમયગાળો
- ઓફિસના લંચ અવર દરમિયાન  કે ઓફિસેથી છૂટીને જિમ્નેશિયમનો એક આંટો મારતા આવીશું એવું નક્કી કરશો તો પણ તમારી ઈચ્છા ભાગ્યે જ પૂરી થશે.  એના  કરતા સવારના સાડા આઠ સુધી ઘોેર્યા ન કરતા વેળાસર વ્યાયામશાળાનો આંટો મારી આવો.

- એકલા વ્યાયામ કરવાનો કંટાળો આવતો હોય તો કોઈક મિત્રને સાથે આવવા તૈયાર કરો. બને તો સવારે જ વ્યાયામ કરો.