Review : ભય, કામ, રહસ્ય અને રોમાંચથી ભરપૂર Alone

17 Jan, 2015

બિપાશા બાસુ એમ જ હૉરર ક્વીન નથી ગણાતાં. આખરે રાઝ, આત્મા જેવી શ્રેષ્ઠ હૉરર ફિલ્મો કર્યા બાદ આજે પણ બિપાશાને આ પ્રકારની ફિલ્મો માટે દિગ્દર્શકોની પ્રથમ પસંદગી મનાય છે. તેની પાછળનું કારણ એ છે કે ભલે હૉરર ફિલ્મો માત્ર ડરાવવા માટે બનતી હોય, પણ બિપાશાએ આજ સુધી પોતાને કોઈ ઈમેજ સાથે બાંધી નથી રાખી. બિપાશા બાસુ દર્શકોને પોતાના પાત્રોના રુંઆટા ઊભા કરી દેનાર અભિનયથી માત્ર બિવડાવતા જ નથી, પણ તેમને પોતાના પાત્રો, અલૌકિક શક્તિઓના હોવા અંગેનો અહેસાસ પણ કરાવી દે છે. આ શુક્રવારે એટલે કે આજે રિલીઝ થયેલી ઍલોન ફિલ્મમાં બિપાશાએ બે જોડકા બહેનોના રોલ કર્યા છે. સંજના અને અંજના (બિપાશા બાસુ). બંને બાળપણથી જ એક-બીજા સાથે જોડાયેલી હતી. બાળપણમાં તેમની મુલાકાત થાય છે કબીર (કરણ સિંહ ગ્રોવર)થી કે જે સંજનાને પ્રેમ કરે છે, પરંતુ અંજના પણ કબીરને ચાહે છે અને કબીર તેમજ સંજનાનો પ્રેમ જોઈ તેને બહુ રોષ આવે છે. તે ઇચ્છે છે કે કબીર તેને મળી જાય. તેના માટે અંજના કોઈ પણ હદે જવા તૈયાર થઈ જાય છે. ઍલોનની વાર્તા ખૂબ જ રોમાંચક અને અંત સુધી ફિલ્મનું સસ્પેંસ જળવાયેલુ રહે છે. ફિલ્મની શરુઆત થોડીક ધીમી ચોક્કસ છે, પણ ફિલ્મમાં પાત્રોને ખૂબ જ સુંદર રીતે દર્શાવાયા છે. સાથે જ માનવીય લાગણીઓ - ભય, પ્રેમ, ઈર્ષ્યા, ગુસ્સો વિગેરેને પણ શ્રેષ્ઠ રીતે પાત્રોમાં ઢાળવામાં આવ્યા છે. બિપાશાએ બંને બહેનોના રોલમાં પ્રાણ પૂર્યા છે. કબીના રોલમાં કરણ સિંહ ગ્રોવરે શ્રેષ્ઠ અભિનય કર્યો છે. તેમણે આ પાત્ર ભજવવાની પૂરતી કોશિશ કરી અને તેઓ મહદઅંશે સફળ પણ રહ્યા છે. નાના પડદાથી મોટા પડદાના આ પરિવર્તનમાં કરણનની અંદર ઘણી ગંભીરતા અને મહેનત નજરે પડી. તેમણે એ પણ સાબિત કર્યું કે હકીકતમાં નાના પડદાના કલાકારોમાં પણ એટલી જ કાબેલિયત હોય છે. સંગીતની વાત કરીએ, તો ઍલોન ફિલ્મનું સંગીત સારૂ છે, ગીતોનું પિક્ચરાઇઝેશન સુંદર છે. ખાસ તો કતરા... ગીત ખૂબ જ સુંદર રીતે ફિલ્માવાયુ અને દર્શાવાયું છે. ફિલ્મનો સૌથી મહત્વનો અને મનોરંજક ભાગ અંત સુધી જળવાયેલો રહ્યો છે. જોવી કે નહીં ? બિપાશા બાસુની ફિલ્મ હોવા ઉપરાંત ઍલોનમાં ખૂબ જ સુંદર અને હૉટ સિક્વંસ પણ છે. અભિનયની બાબતમાં બિપાશા તથા કરણ સિંહ ગ્રોવર ખૂબ જ બહેતરીન છે. સરવાળે ઍલોન એક શ્રેષ્ઠ હૉરર ફિલ્મ છે અને તે જોઈ શકાય છે.