હવે સામે આવી પાકિસ્તાની યુવતી, બોલી-૧ કલાક સુધી હોટલના રૂમમાં બંધ હતા હું અને શમી, જણાવી પુરી વાત

19 Mar, 2018

 ભારતીય ક્રિકેટર મોહમ્મદ શમી પત્નીના સંંબંધોને લઇને ચર્ચામાં છે. તેની પત્ની હસીન જહાંએ શમીના પાકિસ્તાની મહિલાની સાથે મેચ ફિકિસંગ સાથે જોડાવાના આરોપ લગાવ્યા છે.

હવે પાકિસ્તાનમાં રહેવાવાળી અલિશ્બા નામની મહિલાએ એક ટીવી ચેનલને ઇન્ટરવ્યુ દઇને ઘણા ખુલાસા કર્યા છે. અલિશ્બાએ શમીના દુબઇના હોટલમાં મળવાની વાતને સ્વીકારી છે, પરંતુ મેચ ફિકિસંગથી સાથે જોડાવાનો ઇન્કાર કર્યો છે.

મીડિયા રીપોર્ટ મુજબ અલિશ્બા ઇન્ટરવ્યુમાં કહયું કે તે શમીને ઇન્સ્ટાગ્રામ પર ફોલો  કરતી હતી. શરૂઆતમાં તે લાખો ફેન્સની જેમ શમીને જાણતી હતી. તેને મેસેજ કરતી રહેતી હતી, પરંતુ શમી તરફથી કોઇ જવાબ આવતો ન હતો.

પરંતુ ઇદના તહેવાર શમીને જયાબે તેને મેસેજ કર્યો તો શમીએ જવાબ આપ્યો. અલિશ્બાએ કહયું કે મેચ દરમ્યાન શમીના પાકિસ્તાની સમર્થકની સાથે વિવાદ થયો હતો. આ પછી પણ તેણે શમીને મેસેજ કર્યો હતો.

જુનમાં શમી તરફથી વધારે જવાબ આવવા લાગ્યા પછી દોસ્તી શરૂ થઇ ગઇ. અલિશ્બાએ કહયું કે ફૈન તરીકે તે શમીને ઘણો પસંદ કરે છે. એક ફેનની જેમ તે તેની ઘણી ઇજજત કરે છે.

અલિશ્બાએ ઇન્ટરવ્યુમાં આગળ જણાવ્યું કે પછી તેને ખબર પડી શે શમી દુબઇ થઇને જઇ રહયો છે આ દરમ્યાન અલિશ્બાને બહેનને મળવા જવાનું હતું પછી બંનેની દુબઇની હોટલમાં મુલાકાત થઇ.

અલિશ્બાએ ઇન્ટરવ્યુમાં કહયું કે બંનેની મુલાકાત એક ફેન અને સેલિબ્રિટીની જેમ થઇ. બંનેએ સાથે બ્રેકફાસ્ટ કર્યો અને મુલાકાત લગભગ ૧ કલાક ચાલી.

અલિશ્બાએ મેચ ફિકિસંગના આરોપને ઇન્કાર્યા છે. તેણે જણાવ્યું કે, જો તપાસ કરવાની હોય તો કરી શકે છે. એમાં કાંઇ લેવાદેવા નથી. શરમનાક વાત એ છે કે ફિકિસંગથી કેવી રીતે જોડાયો. દોસ્તીને ખુદા માટે ફિકિસિંગ સાથે ન જોડો.

તમને જણાવી દઇએ કે ૭ માર્ચ ૨૦૧૮ના પત્ની હસીન જહાંએ ફેસબુક પોસ્ટ લખતા આરોપ લગાવ્યો હતો કે શમીના ઘણા એકસ્ટ્રા મૈરિટલ અફેર છે. તેણે શમીના વોટસએપ અને ફેસબકુ મેસેન્જર ચેટના સ્નેપશોપ પણ શેયર કર્યા. હસીન જહાંએ પણ કહયું છે કે શમીના પરિવારવાળાઓએ તેને મારવાની કોશિષ કરી, તેણે કહયું કે, શમીની કારમાંથી તેને કંડોમ પણ મળ્યા હતા.