રણબીર સાથેના પોતાના સંબંધને લઈને જાણો શું કહે છે આલિયા

27 Aug, 2018

આલિયા ભટ્ટ અને રણબીર કપૂરની નવી સેલ્ફી અને તેમનાં રિલેશનને કારણે આજકાલ આ લવ બર્ડ્ઝ ચર્ચામાં છે. થોડાં સમય અગાઉ જ રણબીરે આ વાતનો ખુલાસો કરતાં કહ્યું હતું કે, તે આલિયા ભટ્ટને ડેટ કરી રહ્યો છે. હવે, હાલમાં જ એક મીડિયા ઈન્ટરેક્શન દરમિયાન આલિયા ભટ્ટે પણ આ વાતનો સંકેત આપી દીધો છે.

હાલમાં જ આપેલાં એક ઇન્ટરવ્યૂમાં આલિયા ભટ્ટે પહેલીવાર એ વાતનો ખુલાસો કર્યો છે કે તે સિંગલ નથી. જ્યારે, તેને આ અંગે પૂછવામાં આવ્યું હતું ત્યારે તેણે જણાવ્યું હતું કે, ‘નો સોરી, નોટ સિંગલ.’

આ અગાઉ એક અખબારને આપેલા ઇન્ટરવ્યૂમાં આલિયાએ કહ્યું હતું, ‘તે લિવ ઈન રિલેશનશિપમાં વિશ્વાસ નથી રાખતી. તે લગ્નમાં વિશ્વાસ ધરાવે છે.’ સાથે જ તેણે પોતાનાં મેરેજ પ્લાન અંગે કહ્યું હતું કે તે 30 વર્ષની વય સુધી તે લગ્ન નહીં કરે.

એક તરફ આલિયા પોતાનાં રિલેશન વિશે વાત કરવાનું પસંદ નથી કરતી, જ્યારે બીજી તરફ રણબીર આ અંગે ખુલીને વાત કરી રહ્યો છે. તેણે એક મેગેઝીનને આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, આલિયા ભટ્ટ સાથે હું રિલેશનશિપમાં છું. અને તેણે કહ્યું હતું કે જીવનમાં આલિયાનાં આવવાથી ઘણી સકારાત્મકતા આવી છે. તેની સાથે રહેવું એક અદભુત અનુભવ છે.

તે બંને હાલ અયાન મુખર્જીની ફિલ્મ ‘બ્રહ્રાસ્ત્ર’નું શૂટિંગ કરી રહ્યાં છે.