લગ્ન બાદ આલિયા ભટ્ટ અભિનય કરશે કે નહિ ???

07 Aug, 2018

લગ્ન પછી માત્ર છોકરીનું સ્ટેટસ બદલાય છે

હાલમાં જ આના એક સમાચાર આવ્યા હતા કે આલિયા ભટ્ટે કહ્યુ કે તે 30 વર્ષ પહેલા લગ્ન નહિ કરે પરંતુ તે એ વાતનુ વચન પણ નથી આપી શકતી કે તે પહેલા લગ્ન નથી કરી શકતી. તેણે કહ્યુ કે તે 30 વર્ષ પહેલા પણ લગ્ન કરી શકે છે. તેના લગ્ન પછી એક્ટિંગનું કેરિયર જેમ ચાલી રહ્યુ છે તેમ જ ચાલતુ રહેશે. તમને જણાવી દઈએ કે આલિયાનું કહેવુ છે કે લગ્ન પછી માત્ર છોકરીનું સ્ટેટસ બદલાય છે અને બાકી બધુ તેમનુ તેમ જ રહે છે.

ઉલ્લેખનીય છે કે તે કહે છે કે લગ્ન પછી પણ તે પોતાના અભિનયને ચાલુ રાખશે અને ત્યાં સુધી અભિનય કરતી રહેશે જ્યાં સુધી તે કરી શકે છે. આલિયા અને રણવીર અંગે સમાચારો હતા કે તે ટૂંક સમયમાં લગ્ન કરી શકે છે અને બંનેના પરિવાર પણ આ સંબંધથી ઘણા ખુશ છે. તમને જણાવી દઈએ કે બંને ઘણી સાથે જોવા મળે છે અને પાર્ટીઓમાં ખુશીથી હાથોમાં હાથ નાખીને ફરતા જોવા મળે છે. હાલમાં બંને ફિલ્મ બ્રહ્માસ્ત્રનું શૂટિંગ કરી રહ્યા છે અને ઘણુ એન્જોય પણ કરી રહ્યા છે.