Video : અક્ષયકુમારે ટ્વીટ કરેલા આ વીડિયો બદલી નાખશે તમારી જિંદગી

14 Aug, 2018

અક્ષયકુમારની ગણતરી બોલિવૂડના એવા સ્ટાર તરીકે થાય છે જેની ફિલ્મ રિયલ લાઇફમાં પણ યુવાનોને પણ પ્રેરણા આપે છે. અક્ષયકુમાર તેની પર્સનલ અને પ્રોફેશનલ લાઇફમાં અમુક ચોક્કસ નિયમોનું પાલન કરે છે જે ઉદાહરણીય છે. અક્ષયકુમાર હંમેશા નિયમ પાલન મામલે સજાગ રહે છે. હાલમાં તે પોતાની ફિલ્મ 'ગોલ્ડ' મામલે ચર્ચામાં છે પણ અત્યારે તે અચાનક ટ્રાફિક પોલીસ બનીને લોકોને સુરક્ષાની ટિપ્સ આપતો નજરે ચડે છે. અક્ષયકુમારે હાલમાં કેટલાક વીડિયો શેયર કર્યા છે. એમાં તે હેલમેટ પહેર્યા વગર વાહન ચલાવી રહેલા તેમજ ટ્રિપલિંગ કરનારા છોકરાઓને ખખડાવતો નજરે ચડે છે. આ સિવાય તે ગાડીમાં સીટબેલ્ટ પહેર્યા વગર પ્રવાસ કરી રહેલા તેમજ ફોન પર વાત કરી રહેલ વ્યક્તિને પણ અનોખા અંદાજમાં ધમકાવતો દેખાય છે.