૮ કલાકનું શુટીંગ અમે માત્ર ૩પ મિનિટમાં પુરૂ કરી લીધું

20 Feb, 2018

 બોલીવુડ અભિનેતા અક્ષય કુમાર આ દિવસોમાં પોતાની આગલી ફિલ્મ કેસરીનું શુટીંગ કરી રહયો છે. સાથે જ તે પોતાની હાલની રીલીઝ ફિલ્મ પૈડમૈનના પ્રમોશનમાં પણ વ્યસ્ત છે. એક ન્યુઝપેપર સાથેની વાતચીતમાં અક્ષયે ફિલ્મ સિવાય બીજા ઘણા સવાલોના જવાબ આપ્યા હતા.

ફિલ્મના એક લાંબા સીનમાં અક્ષય એક સ્પીચ દેતો નજર આવે છે. આ સીન વિશે અક્ષય કુમારે જણાવતા કહયું હતું કે તે જે સ્પીચવાળો સીન છે તે પુરી ૧૧ મિનિટનું સીન હતો, આ સીનને મેે એક શોટ અને ૩પ મિનિટમાં પુરુ કરી લીધો હતો. પ કેમેરા એક સાથે લાગેલા હતા, અમે એ સીન માટે ૮ કલાકનો સમય પણ રાખ્યો હતો. મે નિર્દેેશકને કહયું કે ચાલો આ સીન એકવારમાં જ પુરો કરીએે, અમે મળીને કોશિશ કરી અને તે ૮ કલાકનું કામ માત્ર ૩પ મિનિટમાં થઇ ગયું.
આજે પણ પૈડ ખરીદવા સમયે મહિલાઓ અચકાય છે. આ મુદ્દા પર અક્ષયે કહયું કે, સૈનિટરી નૈપકીનને લઇને સમાજમાં જે અસહજતાની લાગણી છે તે મહિલાઓ જ ખત્મ કરી શકે છે. જયારે મહિલાઓ ખુલીને આ વિષય પર વાત કરશે તો લોકો સમજશે. સામાન્ય રીતે મહિલાઓ દુકાન પર પણ પૈડ ખરીદવા સમયે સહમી, શરમાયેલી અને અચકાતી હોય છે. મહિલાઓ પોતાની આ અસહજતાને ખત્મ કરવી પડશે.
 

Loading...

Loading...