અક્ષયની સાથે કયારેક ફોટો ખેંચાવાવાળો આ બાળક આજે તેનાથી મોટો સુપરસ્ટાર છે, કરોડો લોકો છે દિવાના

24 Mar, 2018

 એક બાળક જેણે કયારેક અક્ષયકુમારની સાથે તેના ફેન્સ તરીકે તસવીર ખેંચાવી તે આજે તેનાથી મોટો સુપરસ્ટાર બની ચુકયો છે.

બોલીવુડ અભિનેતા રણવીરસિંહ આજે બોલીવુડમાં પોતાની અલગ પહેચાન બનાવી ચુકયો છે. રણવીરનો જન્મ ભવાની પરિવારમાં ૬ જુલાઇ ૧૯૮૫માં થયો હતો. બોલીવુડમાં રણવીરસિંહએ પોતાનું કેરીયરની શરૂઆત ફિલ્મ બેંડ બાજા બારાતથી અનુષ્કા શર્માની સાથે કરી હતી. રણવીરસિંહ અભિનેતા અક્ષયકુમારને બોલીવુડમાં પોતાનો સૌથી મોટો આદર્શ માને છે.
 

રણવીરસિંહના પિતા જગજીતસિંહ ભવાની એક બિઝનેસમેન છે અને તેની માતા એક હાઉસવાઇફ છે. રણવીરસિંહ પણ બીજા બાળકોની જેમ નાનપણમાં ઘણો તોફાની હતો અને તેની તસવીરો જોઇને તેની તોફાનનો અંદાજ લગાવી શકાય છે. રણવીર આજે એટલો ફની અને કુલ નજર આવે છે એટલો જ કયુટ તે નાનપણમાં દેખાતો હતો.

 

રણવીરસિંહ બોલીવુડમાં સૌથી સારા કલાકારોમાંથી એક છે અને તેની ફિલ્મો બોલીવુડ બોકસ ઓફિસ પર ઘણું સારુ કલેકશન કરે છે. બોલીવુડમાં રણવીરની શરૂઆત ફિલ્મ બેંડ બાજા બારાતથી થઇ હતી જે દર્શકોને ઘણી પસંદ આવી હતી. રણવીરસિંહના ફેન ફોલોઇંગનો અંદાજ એ વાત પર લગાવી શકાય છે કે તે જયાં પણ જાય તેની ફિમેલ ફેન્સ તેેને ચારેબાજુથી ઘેરી લે છે.