આકાશ અંબાણી- શ્લોકાની સગાઇ અમુક સચ્ચાઈ તમે નથી જાણતા હોવ...

04 Jul, 2018

દેશના સૌથી ધનાઢ્ય ઉદ્યોગપતિ મુકેશ અંબાણીના પુત્ર આકાશ અને શ્લોકાની સગાઈ એટલી ભવ્ય હતી કે ચારે તરફ હજુ પણ સગાઈની જ ચર્ચા છે. તાજેતરમાં જ આકાશ અને શ્લોકાની સગાઈનો એક વીડિયો સામે આવ્યો છે, જેમાં ડ્રોનથી મહેમાનોને ભોજન પીરસવામાં આવ્યું.

 

 
સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહેલા વીડિયોમાં એન્ટિલામાં બલૂન હવામાં ઉડતા જોવા મળે છે. દરેક બલૂનના ગુચ્છા સાથે એક ટ્રે બાંધવામાં આવી છે. જેમાં ફૂડ આઈટમ મૂકવામાં આવી છે.
 
25 કરોડનું ડેકોરેશન! : આકાશ અને શ્લોકાની સગાઈમાં ફ્રાંસની લગ્ઝરી બ્રાંડ Ladureeને કેટરિંગ કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. તો મુકેશ અંબાણીના ઘર એન્ટિલાને આર્જેન્ટિનાથી મંગાવાયેલા ખાસ ફૂલોથી શણગારવામાં આવ્યું હતું. ડેકોરેશન પર લગભગ 25 કરોડ રૂપિયા ખર્યો થયો હતો.
 

 
આકાશ અને શ્લોકાની સગાઈ 30 જૂને મુંબઈમાં થઈ હતી. દેશની સૌથી મોટી સગાઈમાં બોલિવુડથી માંડી બિઝનેસ, રાજકારણ અને સ્પોર્ટ્સની હસ્તીઓ સામેલ થઈ હતી.