દેશની સૌથી મોટી સગાઇની પહેલી તસવીર આવી સામે, શ્ર્લોકાને આજે વીંટી પહેરાવશે આકાશ અંબાણી

30 Jun, 2018

 આજે એટલે ૩૦ જુનને આકાશ અંબાણી અને શ્ર્લોકા મહેતાની સગાઇ છે. સગાઇનું ફંકશન અંબાણી પરિવારના ઘર એન્ટીલીયામાં થશે. આ વર્ષની સૌથી મોટી સગાઇ થશે. અંબાણી પરિવારના દીકરાની સગાઇના પ્રસંગમાં જબરદસ્ત તૈયારી કરી છે.

આખુ ઘર પિંક અને વ્હાઇટ કલરના ફુલોથી સજાવવામાં આવ્યું છે. પ્રસંગની શરૂઆત સાંજે ૭.૩૦ કલાકથી થશે. આ પહેલા સોશ્યલ મીડિયા પર વેન્યુની થોડીક તસવીરો સોશ્યલ મીડિયા પર આવી છે. જેમાં દુલ્હનીયા નામના ઇન્સ્ટા એકાઉન્ટથી શેર કરવામાં આવી છે.
 

 
દુલ્હનિયા એક વેડીંગ પ્લાનર છે અને કદાચ તેમણે અંબાણી પરિવારનું ઘર સજાવ્યું છે. તસવીરો જોઇને જ અંદાજો લગાવી શકાય છે પાર્ટી કેટલી આલિશાન થવાની છે.
સમાચારોનું માનીએ તો આ સમારોહમાં સદીના મહાનાયક અમિતાભ બચ્ચન, બાદશાહ શાહરુખ ખાન સહિત ફિલ્મ અને રાજનીતિ જગતની તમામ હસ્તીઓ સામેલ થશે. આ પહેલા થયેલી આકાશની પ્રી એન્ગજમેન્ટ પાર્ટીમાં પણ શાહરુખ ખાન સહિત પ્રિયંકા ચોપડા, રણબીર કપુર અને આલિયા ભટ્ટ પહોંચ્યા હતા.
 
 

 
પ્રી એન્ગજમેન્ટ પાર્ટીમાં નીતા અંબાણી અને તેની દીકરી ઇશાએ ડાન્સ પણ કર્યો હતો. નીતા ફિલ્મ કાઇ પો છે ના ગીત શુભારંભ પર ડાન્સ કરતી જોવા મળી હતી ઇશાએ પદ્માવતના ગીત ઘુમર પર ડાન્સ કર્યો હતો. આ સિવાય શ્ર્લોકાના પણ એક ડાન્સ વીડિયો સામે આવ્યો છે.
તેમા શ્ર્લોકા પણ પદ્માવતના ગીત ચિંગા ગપોડી ગીત ડાન્સ કરતી નજર આવી રહી છે. જણાવી દઇએ કે શ્ર્લોકા અને આકાશ અંબાણી સ્કુલના સમયથી જ એકબીજાને જાણતા હતા. બંનેને એક સાથે ધીરુભાઇ અંબાણી ઇન્ટરનેશનલ સ્કુલમાં અભ્યાસ કર્યો છે. શ્ર્લોકા મહેતા રસેલ મહેતાની સૌથી નાની દીકરી છે.